મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા આર્થિક મહા પેકેજ 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.આ પેકેજ દેશના જીડીપીના લગભગ 10 ટકા છે.પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પેકેજ દેશના ગરીબ,મજૂર,મધ્યમ વર્ગ અને ખેડૂત સહિત દરેક વર્ગને મદદ કરશે.આ સાથે પીએમ મોદીએ લોકલ પ્રોડક્ટનો ઉપયોગ વધુ કરવા દેશવાસીઓને સંકલ્પ લેવા કહ્યું અને લોકલને ગ્લોબલ પ્રોડક્ટ બનાવવામાં સહયોગ કરવા અપીલ કરી.
શું કહે છે અર્થશાસ્ત્રી:
આપણે જણાવી દઈએ કે કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે.આ રાહત પેકેજની હાલ ઘણી જરૂર હતી.સરકારની કોશિશ પોઝિટિવ ડાયરેક્શનમાં છે અને આનાથી ઇકોનોમીને રિવાઇબ મળશે.આ ખૂબ જ મોટુ પેકેજ છે.કોરોના કારણે ગ્લોબલ ટ્રેડ, લેબર માર્કેટ,ગ્લોબલ ટ્રાન્સપોર્ટ વગેરે ઘણા પ્રભાવિત થયા છે.પીએમ મોદીનું સંબોધન ગ્લોબલાઇજેશન અને લોકલાઇજેશન તરફ આગળ વધવાનું ડાયરેક્શન છે.
ઉપરાંત અર્થશાસ્ત્રીઓએ વધુમાં જણાવ્યું કે દેશમાં એકવાર ફરી સેલ્ફ લાઇનની નીતિની વાત કરવામાં આવી રહી છે.80ના દાયકા પહેલા સેલ્ફ લાઇનની નીતિ ચાલી રહી હતી પરંતુ 80 બાદ આમાં ફેરફાર થયા. કોરોના સંકટ બાદ દેશની અર્થવ્યવસ્થા એકવાર ફરી બદલવા જઈ રહી છે.સૌથી મોટી વાત એ છે કે પોલિસી ચેંજ થવા જઈ રહી છે.તેથી ભારત જેવા દેશમાં લોકલ ડિમાન્ડને પૂર્ણ કરવા માટે હવે સ્થાનીય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે.તેથી વધુ રોજગારનું નિર્માણ પણ થશે.ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારની તફાવતમાં પણ ઘટાડો જોવા મળશે.આ હિન્દુસ્તાનમાં આઝાદી પછીનો સૌથી મોટો બદલાવ સાબિત થશે.