– શ્રાવણ માસ નો આરંભ સોમવારે આને પુર્ણાહુતી પણ સોમવારે.
શ્રાવણ માસ એટલે શિવજી ને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય આ મહિનામાં શિવજી ની આરાધના કરવાથી સામ્બસદાશિવ ની અપાર કૃપા વરસતી હોય છે.આમ તો શ્રાવણ નો આખો મહિનો ભગવાન શિવ ને સમર્પિત થાય છે.પરંતુ શ્રાવણ માસનાં સોમવારે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.શ્રાવણ ના સોમવારનો મહિમા અપરંપાર છે.આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવાર થી થશે અને સોમવારે પુર્ણ થશે.શ્રાવણ માસની શરૂઆત તા. ૯ ઓગસ્ટને સોમવારથી થશેને પુર્ણ તા. ૬ સપ્ટેમ્બરને સોમવારે થશે.આથી આ વર્ષે શ્રાવણ માસ નું મહત્વ વિશેષ રેહશે.આ વખતે શ્રાવણ માસમાં ચારની જગ્યાએ પાંચ સોમવાર છે.શિવ ભક્તો ને મહાદેવ ની આરાધના કરવા માટે એક સોમવાર વધારે મળશે.
• પહેલો સોમવાર તા. ૯/૮/૨૧
• બીજો સોમવાર તા. ૧૬/૮/૨૧
• ત્રીજો સોમવાર તા. ૨૩/૮/૨૧
• ચોથો સોમવાર તા. ૩૦/૮/૨૧
• પાંચમો સોમવાર તા. ૬/૯/૨૧
સોમવાર નું વ્રત સૂર્યોદયથી પ્રારંભ થઇને સાંજ સુધી કરવામાં આવે છે.શ્રાવણ માસમાં દરેક સોમવારે વ્રત રાખવામાં આવે છે.આ દિવસે વ્રત દરમિયાન ફલાહાર કરવામાં આવે છે.અને શિવજી ની રુદ્રાભિષેક પુજન કરવામાં આવે છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગના પૂજનનું ખુબ જ મહત્વ છે.પાર્થિવ શિવલિંગનું પૂજન દરેક સોમવારે અને પ્રદોષ નાં દિવસે કરવાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે.જો પાર્થિવ શિવલિંગ ન હોય તો શિવ પરિવારની મૂર્તિને પંચામૃતમાં સ્નાન કરાવી ને ગંધ,પુષ્ય,બિલીપત્ર,અક્ષત,ચંદન,વસ્ત્ર વગેરે અર્પણ કરો.શિવજીને સફેદ વસ્તુઓ જેવી કે સફેદ પુષ્પ સફેદ વસ્ત્ર,સફેદ રંગના પકવાન વિશેષ રૂપે ચઢાવવાથી જીવનમાં આવેલા સંકટો નો નાશ થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.શિવજી ની સાથે માતા પાર્વતી અને ગણેશજીનાં પૂજનનું પણ મહત્વ છે.શ્રી ગણેશને દુર્વા,સિંદુર,ગોળ અને પીળા વસ્ત્રો ચઢાવો અને મોદક લાડુ નો ભોગ લગાવો.
શ્રાવણ માસ નાં સોમવારે શિવમુષ્ટિ પુજા એટલે કે એક મુઠ્ઠી ધાન્ય શિવલિંગ પર ચઢાવવાનું મહત્વ વધારે છે.દરેક સોમવારે જમણા હાથની મુઠ્ઠી માં ધાન્ય લેવું અને ॐ नमः शिवाय નાં જાપ સાથે ચડાવવું
• પહેલા સોમવારે ચોખા
• બીજા સોમવારે તલ
• ત્રીજા સોમવારે મગ
• ચોથા સોમવારે જવ
• પાચમા સોમવારે સતુ ( દેશી ચણા નો પાવડર) આમ પાંચ સોમવાર શિવજીને ધાન્ય ચડાવવા થી આધિ વ્યાધિ અને ઉપાધિ દુર થાય છે
શ્રાવણના સોમવારનું વ્રત પતિ અને પત્ની બંને કરી શકે છે.