કેટલીકવાર રાજકારણમાં કાર્યકરો નેતાઓને પણ ડોજ મારતા હોય છે.બિહારના સમસ્તીપુર જિલ્લામાં રોસાડા વિધાનસભામાં ભાજપમાં આવો જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો.સરખા નામના કારણે એક કાર્યકર અસલ ઉમેદવારને બદલે તેના નામે ટિકિટ લઇ ગયો હતો.ધારાસભ્યની ચૂંટણી લડવાની ઉમેદવારી કરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યો હતો.વિરેન્દ્રકુમાર પાસવાનનું નામ ઉમેદવાર તરીકેની યાદીમાં જાહેર થયું હતું.
એક કાર્યકર અસલ ઉમેદવારને બદલે તેના નામે ટિકિટ લઇ ગયો હતો
સમિતિપુર ભાજપ જિલ્લા મંત્રી વિરેન્દ્રકુમાર પાસવાનને પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે.આ યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ દરભંગાના રહેવાસી વીરેન્દ્ર પાસવાને રોસેડા વિધાનસભા મતક્ષેત્રનું વિરેન્દ્રકુમાર પાસવાન તરીકેનું પક્ષ ચિન્હ લીધું હતું.આ ટિકિટથી જે ચૂંટણી લડવા માગતો હતો.
ભાજપના નકલી કાર્યકર અસલી ઉમેદવારની ટિકિટ લઈ ગયો,ટિકિટની પણ ચોરી,ભાજપના નેતાઓ દોડતા થયા
પક્ષના આદેશમાં પોતાનું નામ,પિતાનું નામ ભરી દીધું અને પ્રતીક લીધા બાદ સમસ્તીપુર જિલ્લાની રોસડા સબડિવિઝન કચેરી પહોંચ્યા હતા.અસલી ભાજપના કાર્યરો અને નેતા જ્યારે સોમવારે પટનામાં પાર્ટી કાર્યકાળમાં પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે વિરેન્દ્રકુમાર પાસવાન દ્વારા પ્રતીક લેવામાં આવ્યું છે.આ સાંભળીને ભાજપના નેતાઓ ચોંકી ગયા કે વિરેન્દ્રકુમાર પાસવાન તો કચેરીમાં હાજર છે તો પછી ટિકિટ કોણે લીધી.
ભાજપના નેતાઓ ચોંકી ગયા કે વિરેન્દ્રકુમાર પાસવાન તો કચેરીમાં હાજર છે તો પછી ટિકિટ કોણે લીધી
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને રોસડા સબડિવિઝન કચેરીમાં પહોંચ્યા હતા.દરભંગામાં રહેતો વીરેન્દ્ર પાસવાન ભાજપના નેતાનો મેન્ડેટ લઈ આવ્યો હતો.અગાઉ આપેલો મેન્ડેટ બદલીને નવો પ્રતીક આદેશ સાચા વીરેન્દ્રકુમાર પાસવાનના નામે ફળવાયું હતું.હવે સમસ્તીપુર ભાજપ સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યા છે કે, અસલી ઉમેદવાર વિરેન્દ્રકુમાર પાસવાન અને બનાવટી ઉમેદવાર વિરેન્દ્ર પાસવાનનો ઉલ્લેખ કરીને ગેરમાર્ગે દોરાય નહીં.