મુંબઈ તા.16 : ભારતનો સૌથી જૂના મહાનપક્ષ અવારનવાર જૂના ખાટલાની જેમ ચુંચું જેવો અવાજ કરે છે તેમ જણાવી શિવસેનાએ કોંગ્રેસ પર પસ્તાળ પાડતા મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી,કોંગ્રેસની મહારઘાડીમાં મતભેદો સામે આવ્યો છે.
શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં જણાવાયું છે કે જયારે મુખ્યપ્રધાનની વરણી થાય છે ત્યારે તેમનો નિર્ણય તમામ બાબતોમાં આખરી હોય છે.શરદ પવાર પણ આ નિયમનું પાલન કરી મુખ્યપ્રધાનને અવારનવાર મળી તેમને સૂચનો આપે છે.કોંગ્રેસ પણ સારું કામ કરી રહ્યો છે,પણ તે અવારનવાર જૂના ખાટલાની જેમ કિચુડ કિચુડ અવાજ કાઢી રહ્યો છે.
ઈતિહાસ ધરાવતો એ જૂનો પક્ષ છે,પણ તેના ઘણા ભારેખમ નેતાઓ છે અને તેથી જૂનો ખાટલો અવાજ કાઢી રહ્યો છે.મુખ્યપ્રધાને કોંગ્રેસ પાસેથી તેનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.સામનાના લેખમાં જણાવાયું છે કે 6 મહિના પહેલાં જયારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં તેમને આવકાર મળ્યો હતો.જુદી જુદી વિચારધારા ધરાવતા ત્રણ પક્ષોએ સ્થિર સરકાર રચવા હાથ મિલાવ્યા ત્યારે વિપક્ષે સવાલ કર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ નાખુશી વ્યક્ત કરવામાં સંમત માર્ગ દર્શાવી કહી રહ્યા છે કે તે મુખ્યપ્રધાન સાથે વાત કરશે.અશોક ચવાણ પણ સંતુલીત છે. મહારાષ્ટ્ર સરકારમાં અધિકારીઓ સમસ્યાઓ સર્જી રહ્યા હોવાનું તેમને લાગતા બન્ને મુખ્યપ્રધાનને મળશે.
મહારાષ્ટ્રમાં શિવસેના,નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકારમાં ચાલતા મતભેદો હવે સામે આવવા લાગ્યા છે.શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું છે.સામનામાં કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ અને બાલા સાહેબ થોરાત પર પ્રહાર કર્યા છે
સામનામાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી સારૂ કામ કરી રહી છે. જો કે સમયાંતરે જૂના ખાટલા રહી રહીને કિચૂડ-કિચૂડ અવાજ કરે છે.ખાટલો (કોંગ્રેસ નો) જૂનો છે,પરંતુ તેની ઐતિહાસિક વિરાસત છે.આ જૂના ખાટલા પર પડખુ ફેરવાનારા ઘણા લોકો છે.
સરકારને સલાહ આપતા આગળ લખવામાં આવ્યું છે કે,મુખ્યમંત્રી ઠાકરેને મહાવિકાસ આઘાડી સરકારમાં આવા લોકોને સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટને ઉદ્દેશીને જણાવ્યું કે,એક જ ઘરમાં ભાઈ-ભાઈનો ઝઘડો થાય છે.અહીં તો ત્રણ પાર્ટીઓની સરકાર છે.થોડોક તો મતભેદ હશે જ.
અશોક ચવ્હાણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટર્વ્યૂ વિશે લખવામાં આવ્યું છે.જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં સરકારને કોઈ ખતરો નથી, પરંતુ અમારી વાત સાંભળવામાં આવે.
સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે,મુખ્યમંત્રી તેમની વાત સાંભળે અને નિર્ણય લેશે,પરંતુ કોંગ્રેસ શું કહેવા માંગે છે? અમારી વાત સાંભળોનો શું અર્થ? થોરાત અને ચવ્હાણ દિગ્ગજ નેતાઓ છે અને તેમને સરકાર ચલાવવાનો બહોળો અનુભવ છે.જો કે તેમણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે,આ પ્રકારનો બહોળો અનુભવ શરદ પવાર અને તેમની પાર્ટીના લોકોને પણ છે.”