મુંબઇ મહાનગર પાલિકા ચૂંટણી ભલે 2023માં થવાની હોય પરંતુ રાજકીય પક્ષો એ પોતાના રાજકીય સમીકરણ બનાવાનું શરૂ કરી દીધું છે.મુંબઇમાં મોટાભાગનો ગુજરાતી સમાજ ભાજપની કોર વોટબેન્ક મનાય છે,જેને સાંધવા માટે શિવસેનાએ હવે ગુજરાતી કાર્ડ ખેલ્યું છે.શિવસેના ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરી રહ્યા છે.
ગુજરાતીઓને જોડવા માટે શિવસેના નેતા હેમરાજભાઇ શાહના નેતૃત્વમાં શિવસેના 10મી જાન્યુઆરીના રોજ ‘મુંબઇમાં જલેબી ને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન મુંબઇના જોગેશ્વરીમાં કરી રહ્યા છે.કહેવાય છે કે શિવસેના એ આ આયોજન દ્વારા ભાજપની કોર વોટબેન્કને પોતાના પલ્લામાં લેવાનો દાવ ખેલ્યો છે.
વાત એમ છે કે મુંબઇ શહેરમાં ગુજરાતી વોટ બેન્ક ખૂબ અગત્યની છે.જે બીએસમીની ચૂંટણીમાં મોટી સંખ્યામાં સીટો પર પ્રભાવ ઉભો કરવાની ક્ષમતા ધરાવે છે.આથી આ મહત્વપૂર્ણ વોટ બેન્કની વચ્ચે શિવસેના પોતાના રાજકીય પાયા મજબૂત કરવા માંગે છે.જો કે શિવસેનાનું કહેવું છે કે આગામી ચૂંટણી પહેલાં ગુજરાતી મતદાઓમાં જાગૃતતા પેદા કરવા માટે આ કાર્યક્રમ આયોજિત કરાઇ રહ્યો છે.શિવસેનાની તરફથી રજૂ કરવામાં આવેલા અભિયાન પત્રમાં કહ્યું છે
મુંબઇમાં ગુજરાતી ભાજપના પરંપરાગત વોટર રહ્યા છે અને શિવસેનાની સાથે આ સમુદાયના સંબંધ કંઇ ખાસ રહ્યા નથી. 2019ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી બંને સાથે લડ્યા હતા.વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના એ ભાજપ સાથે છેડો ફાડીને એનસીપી-કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવી લીધી.એવામાં હવે શિવસેનાની નજર ભાજપની વોટબેન્ક પોતાના પલ્લામાં કરવાની છે.
આંકડાના મતે મુંબઇમાં 35 લાખ લોકો ગુજરાતી સમુદાયના છે જેમાંથી 15 લાખ લોકો વોટર છે જે 40 સીટો પર નિર્ણાયક ભૂમિકામાં રહે છે.ભાજપ અને શિવસેના ગઠબંધન તૂટ્યા બાદ મરાઠી અને ગુજરાતી સમુદાયમાં ધ્રુવીકરણનો શિવસેનાને ડર સતાવી રહ્યો છે.એવામાં શિવસેનાને ગુજરાતી સમુદાયને નજરઅંદાજ કરવો ભારે પડી શકે છે.આ જ કારણ છે કે શિવસેના મરાઠીની સાથો સાથ ગુજરાતી સમુદાયને પણ સાંધી રાખવા માંગે છે.
તો ભાજપના નેતા રામ કદમે કોરોના મહામારીમાંથી બહાર નીકળવા મામલે મુખ્યમંત્રી પર નિશાન સાંધ્યું. રામ કદમે કહ્યું કે મુંબઇ અને મહારાષ્ટ્રે સૌથી વધુ કોરોના કેસ જોયા.કોરોનાથી સૌથી વધુ મોત પણ મુંબઇ અને મહારાષ્ટ્રે જોયા.આખો દેશ એ વાતનો સાક્ષી હતો કે કેવી રીતે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.મહારાષ્ટ્રના સીએમ એ જાહેરાત કરી હતી કે એક મોટું પેકેજ આપીશું પરંતુ પેકેજ કયારે આપશે. આ એક વાસ્તવિક જાહેરાત હતી.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને એ વાતની પણ ચિંતા નથી કે લોકોનો સમય કેવી રીતે પસાર થશે. નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલા ખાદ્યાન્ન લોકોને મોડાથી મોકલ્યા.મહારાષ્ટ્રમાં તોફાન આવ્યું છતાંય ખેડૂતોને કોઇ રાહત મળી નથી.અમે પૂછવા માંગીએ છીએ કે કોરોના પેકેજ કયાં છે.શું મહારાષ્ટ્રના લોકોને કોરોનાની રસી માટે પણ ચૂકવણી કરવી પડશે. શું રાજ્ય સરકાર મદદ કરશે કે મફતમાં આપશે.આ એક સવાલ છે જેનો જવાબ સરકારે આપવો પડશે.