નવી દિલ્હી, તા. 10. નવેમ્બર : રાજસ્થાનમાં ગુનાખોરી વધી રહી છે અને ભરતપુરના ભાજપના સાંસદને પણ તેનો કડવો અનુભવ થયો છે.સાંસદ રંજીતા કોલીના ઘરની બહાર મંગળવારે મધરાતે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતુ.એ પછી સાંસદનો પરિવાર ગભરાયેલો છે.હુમલાખોરો ઘરની બહાર એક પોસ્ટર લગાડીને અને જીવતો કારતૂસ છોડીને ગયા હતા.
સાથે સાથે પોલીસને એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો છે.જેમાં સાંસદને સંબોધીને કહેવામાં આવ્યુ છે કે, તુ દલિત છે તો દલિત બનીને રહેજે નહીંતર તારી સાંસદગીરીની હવા કાઢી નાંખીશું.પહેલા તને એક વખત છોડી દીધી હતી પણ તુ માની નથી, તારી ઓકાતમાં રહેજે.તને નહીં ડો.બાબા સાહેબ આંબડેકર બચાવી શકે કે નહીં મોદી અને શાહ બચાવી શકે.આ તો ટ્રેલર છે.આગળ તારા શરીરમાં ગોળીઓ ભરી દઈશું.દરમિયાન હુમલાના આઘાતમાં સાંસદની તબિયત લથડી છે.તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેમનુ બ્લડ પ્રેશર હાઈ છે.દરમિયાન પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી છે.સાંસદને વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.