– એપીએમસીના અધિકારીઓ સહિતના લોકોએ વેચાણ માટે બ્લુ પ્રિન્ટ કાઢી : પાંચ માર્કેટમાં વેચાણ કરવા દેવા મંજૂરી માંગી
સુરત : દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી કેરીની સીઝન આવી ગઈ છે અને હવે પછીના ૧૦ દિવસમાં ૧૦ લાખ ટન કેરીની આવક પણ શરૂ થશે પણ કોરોના વાયરસની મહામારીએ બધા સમીકરણો બદલી નાખ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના લોકોની પ્રિય એવી કેરી તેમના સુધી કેવી રીતે પહોંચાડવી તેના માટે એપીએમસીના પદાધિકારીઓ,જિલ્લા રજીસ્ટ્રાર,બાગાયત અધિકારી અને ખેડૂત આગેવાનોની વિડીયો કોન્ફરન્સ મળી.જેમાં કેરીના વેચાણ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.પાલિકાએ શાકભાજી વિતરણ માટે ઉભી કરેલી ૫ માર્કેટમાં કેરીના વેચાણ માટે મંજૂરી લેવા પાલિકા કમિશ્નર અને કલેકટરને પણ આજે રજૂઆત કરવામાં આવશે.બાગાયત અધિકારી દિનેશ પડાલીયા અને સુરતના જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કમલેશ પટેલની હાજરીમાં સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની,વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ સહિતના આગેવાનોની કેરીના પાકનું કોરોનાના લોકડાઉનના સમયમાં વ્યવસ્થિત રીતે વેચાણ થાય તે માટેનંુ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટેની મીટીંગ મળી હતી.એપીએમસી ચેરમેન રમણ જાનીએ કહ્યું હતંુ કે ૧૦ દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી ૧ લાખ ટન કેરીની આવક શરૂ થશે.દર વર્ષની સ્થિતિમાં આ વર્ષે સ્થિતિ અલગ છે.કેરીનો પાક તો ખેડૂત ઉતારી લેશે પણ પરંતુ તેને વિવિધ મંડળીઓ સુધી પહોંચાડીને વિવિધ માર્કેટો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેની પરવાનગીઓ સરકારી તંત્ર તરફથી મળે અને ખેડૂતોનું નુકશાન પણ નહિં જાય તે મુદ્દે ચર્ચા કરવા માટે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જયારે એપીએમસીના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈએ કહ્યુ હતું કે પાલિકા દ્વારા મોટા વરાછા,સિંગણપોર,ભેસ્તાન,ભિમરાડ,પાલનપુર – ભેંસાણમાં શાકભાજી વિતરણ માટે જે ગ્રાઉન્ડ ઉભા કર્યા છે ત્યાં કેરીના વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.જેથી ખેડૂતો કેરીનું વેચાણ કરી શકે.