ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે,અગાઉ ધારાસભ્ય ના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠકો મળે તેમ હતું,પરંતુ આમાં ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ હતી.ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતાર્યા અને કોંગ્રેસે પણ 2 ઉતારતા જંગ થઈ ગયો.હવે કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા બાદ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ તો સરળતાથી 3 બેઠક જીતશે પણ કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે.
બે દિગ્ગજ નેતામાં એકની જીત પર સવાલકોંગ્રેસ એ બે ઉમેદવાર પણ દિગ્ગજ ઊભા રાખ્યા છે,ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ.હવે આ બે નેતામાંથી એકની હાર નિશ્ચિત છે ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ જૂથવાદના આધારે પોતાના નેતાને જીતાડવા પ્રયાસ કરશે,પરિણામે ભાજપ સેફ થઈ ગયું પણ કોંગ્રેસમાં નેતાઓ વચ્ચેની આંતરિક લડાઈ થઈ શકે છે,ભાજપ 3 બેઠક કબજે કરે તો કોંગ્રેસ એક ગુમાવે ભાજપ જો 3 બેઠક જીતે તો કોંગ્રેસના બે દિગગજ નેતામાંથી એકને હારનો સામનો કરવો પડી શકે છે.ત્યારે હવે બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા પડે એટલું જ નહીં ધારાસભ્યો પણ બે જૂથમાં વહેંચાઈ જાય તેવી શક્યતા છે.
રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસ તૂટે છેગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષને નુકશાન પહોંચાડ્યું છે અને ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો જીતવા અગાઉ જ ભાજપે નાંખેલા ખેલ મુજબ આજે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા હવે કોંગ્રેસ પાસે તેના બે ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી કોને રાજ્યસભા માટે ચૂંટવા તે જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે.
કોરોના મહામારીની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન પુરૂ થયુ છે, અને રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયાના 72 કલાકમાં ગુજરાતમાં મતદારોની લાગણીઓનો ફરીથી વેપાર શરૂ થઈ ગયો છે.કરજણથી અક્ષય પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરી એમ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ બુધવારે રાજીનામું આપી દીધું હતું.જેની સ્પષ્ટતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.હવે આ સિલસિલામાં આજે કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતું ચૌધરીની કોંગ્રેસ પર આકરી પ્રતિક્રિયા સામે આવી છે.
આજે કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતું ચૌધરીએ સંદેશ ન્યૂઝ’ પર પોતાની પ્રતિક્રિયા આપીને કોંગ્રેસ પર મોટા આક્ષેપો કર્યા હતા. રાજીનામું આપ્યા બાદ જીતુ ચૌધરીએ આજે પહેલી વખત કેમેરાની સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા કિશન પટેલ પર ગંભીરમાં ગંભીર આરોપ લગાવ્યા હતા.તેમણે જણાવ્યું કે,પાર્ટીમાં રહીને કિશન પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કર્યુ છે,જેની મે અવાર નવાર કોંગ્રેસમાં અને હાઈકમાનને જાણ કરી હતી.પરંતુ તેમણે મારી વાતને અવગણી હતી.
એટલું જ નહીં,તેમણે કિશન પટેલ વિરુદ્ધ એક મોટો આરોપ લગાવ્યો હતો,તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે,લોકસભાની ચૂંટણી વખતે પણ કિશન પટેલે પાર્ટીને હરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આ તમામ વાતોની મને જાણ હતી. જેને લઈને મેં કિશન પટેલ વિરુદ્ધ પક્ષમાં ફરિયાદ કરી હતી પરંતુ મારું કોઈ સાંભળતું નહોતું.આ વાતને 1 વર્ષ થયું છતાં કોઈ કામ આગળ ન થયું અને આખરે મારે રાજીનામું આપવું પડ્યું હતું.
જાણો શું છે જીતુ ચૌધરીનો ઈતિહાસ?
જીતુ ચૌધરીએ 30 વર્ષ અગાઉ કાકડકોપરના સરપંચ બની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી પંચાયત સભ્ય બન્યા બાદ સતત ચાર ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.કપરાડા આદિવાસી પટ્ટામાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.કપરાડા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે.ભાજપના તમામ પ્રયાસો છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી.
અત્રે નોંધનીય છે કે,અંદરખાને ક્યારથીએ ચાલી રહેલી સોદાબાજીનો બીજો અંક ગુરૂવારે ખુલ્લો પડતા 19મી જૂને રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપના ત્રીજા ઉમેદવારના રસ્તો સાફ હોવાની સ્પષ્ટ ડિઝાઈને આકાર લીધો છે.માર્ચ મહિનામાં પુરતુ સંખ્યાબળ ન હોવા છતાંયે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનને ઉતાર્યા તે દિવસથી જ ઓગસ્ટ 2017ની જેમ ભાજપ યેનકેન પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવીને જીત મેળવીને જ ઝંપશે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ હતુ.માર્ચમાં એક પછી એક એમ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ અત્યંત નાટકિય ઢબે રાજીનામા આપીને કોંગ્રેસમા નથી ફાવતુ એવો રાગ આલાપ્યો હતો.ગુરુવારે 77 દિવસ પછી રાજીનામું આપનારા અક્ષય પટેલ અને જીતુ ચૌધરી ગાયબ થઈ ગયા હતા.કોંગ્રેસમાંથી વધુ બે-ત્રણ ધારાસભ્યો રાજીનામું આપી અથવા ક્રોંસવોટિંગ કરશે તેવી અફવાહો ચાલી રહી છે.જે સાચી છે કે ખોટી એ 19મી જુને નૈતિકતાના પારખારૂપે આપોઆપ સ્પષ્ટ થઈ જશે.