By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં સૌથી વધુ નિકાસ ગુજરાતથી અને સૌથી વધુ નિકાસ કરનારો જીલ્લો પણ ગુજરાતનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં સૌથી વધુ નિકાસ ગુજરાતથી અને સૌથી વધુ નિકાસ કરનારો જીલ્લો પણ ગુજરાતનો
GeneralNational

ભારતમાં સૌથી વધુ નિકાસ ગુજરાતથી અને સૌથી વધુ નિકાસ કરનારો જીલ્લો પણ ગુજરાતનો

HM News
Last updated: 05/05/2022 7:43 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ તા. 5 મે 2022,ગુરૂવાર : વર્તમાન કેન્દ્ર સરકાર જ્યારથી સત્તા ઉપર આવી છે ત્યારથી સ્થાનિક ઉત્પાદન ઉપર વધુને વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.અગાઉ, મેઇક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે આત્મનિર્ભર ભારત થકી દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બને એવા ઉદ્દેશ સાથે ભારતના મૂડીરોકાણની નીતિઓ ઘડવામાં આવી છે.દેશના કેટલાક એવા રાજ્યો છે જ્યાં અર્થતંત્રમાં વ્યાપાર અને ઉદ્યોગનો હિસ્સો મોટો છે.ગુજરાત તેમાં સૌથી આગળ છે.ગુજરાતમાં છેલ્લા સાત દાયકાથી ફાર્મા, કેમિકલ્સ, ક્રુડ ઓઈલ રીફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ જેવા ઉદ્યોગો સ્થપાયેલા છે.આ ઉપરાંત, દેશમાં સૌથી લાંબો દરીયાકીનારો ઉપલબ્ધ હોવાથી, દેશના અગ્રિમ હરોળના પોર્ટ અહી કાર્યરત હોવાથી આયાત અને નિકાસમાં રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.

કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં દેશમાંથી કુલ 400 અબજ ડોલરની નિકાસ થઇ હતી.દેશની નિકાસમાં આ આંકડો સૌથી વધુ છે.આની સાથે એ પણ જાણવું જરૂરી છે કે દેશની કુલ નિકાસમાં 27 ટકા એટલે કે દર રૂ.100ની નિકાસનો ચોથા કરતા પણ વધારે ભાગ ગુજરાત રાજ્માંથી વિશ્વના અન્ય ભાગોમાં પહોંચે છે.જાન્યુઆરી ૨૦૨૨ના ઉપલબ્ધ આંકડા અનુસાર 9.63 અબજ ડોલરની નિકાસ સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશમાં અવ્વલ ક્રમ ઉપર હતું.

રાજ્ય

ડિસેમ્બર ૨૦૨૧

અબજ ડોલર

જાન્યુઆરી ૨૦૨૨

અબજ ડોલર

જાન્યુઆરીમાં દેશની નિકાસમાં હિસ્સો ટકા

ગુજરાત

૫.૨૫

૯.૬૩

૨૭.૪૧

મહારાષ્ટ્ર

૫.૮૩

૬.૩૫

૧૮.૦૮

તમિલ નાડુ

૨.૫૭

૨.૯૨

૮.૩૧

કર્ણાટક

૧.૪૦

૨.૨૯

૬.૫૨

ઉત્તર પ્રદેશ

૧.૬૧

૧.૯૬

૫.૫૬

આવી જ રીતે, દેશની નિકાસમાં સિંહફાળો આપતા જીલ્લાઓમાં પણ ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે.રૂ.1000 કરોડથી વધારાની નિકાસ ધરાવતા દેશના ટોચના 50 જીલ્લાઓમાં ગુજરાતના 10 જીલ્લાઓનો સમાવેશ થાય છે અને તેમાં પ્રથમ ક્રમે દેશની ક્રુડ ઓઈલ રીફાઇનિંગનું સૌથી મોટું કેન્દ્ર જામનગર આવે છે.ફેબ્રુઆરીમાં એકલા જામનગર જીલ્લામાંથી રૂ.38,092.23 કરોડની નિકાસ થઇ હતી.આ પછીના ક્રમે દેશનું ટેક્સટાઈલ્સ અને ડાયમંડ પોલિશિંગ હબ સુરત આવે છે જય્રથી એ માસમાં રૂ.11,641.99 કરોડની નિકાસ થઇ હતી.અહી નોંધવું જરૂરી છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ કરતા આ બન્ને જીલ્લાઓ આગળ છે.મુંબઈદેશમાં ત્રીજા ક્રમે આવે છે.

જીલ્લાનું નામ

ફેબ્રુઆરી ૨૦૨૨માં નિકાસ રૂ. કરોડ

જામનગર

૩૮,૦૯૨.૨૩

સુરત

૧૧,૬૪૧.૯૯

અમદાવાદ

૬,૨૧૫.૯૮

ભરૂચ

૫,૮૯૧.૨૩

કચ્છ

૪,૬૬૪.૦૨

દેવભૂમિ દ્વારકા

૪,૧૭૭.૯૨

વડોદરા

૨,૫૮૧.૯૫

વલસાડ

૨,૫૪૧.૮૮

રાજકોટ

૨,૦૧૪.૮૨

મહેસાણા

૧,૭૯૯.૫૦

દેશની સૌથી વધુ નિકાસમાં ક્રુડ ઓઈલ રીફાઇન્ડ પ્રોડક્ટ જેવી કે પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણ (કુલ નિકાસમાં 13 ટકા હિસ્સો), કેમિકલ્સ(કુલ નિકાસમાં 5.16 ટકા હિસ્સો), ડાયમંડ અને અન્ય કિંમતી મોતીઓ (9.26 ટકા હિસ્સો), ફાર્મા 4.55 ટકા હિસ્સો) જેવી ચીજોમાં ગુજરાત ઉત્પાદનનું મોટું હબ હોવાથી રાજ્યનો દેશની નિકાસમાં મોટો ફાળો છે એમ, ડીરેક્ટર જનરલ ઓફ કોમર્શીયલ ઈન્ટેલીજન્સ એન્ડ સ્ટેટીસ્ટીકસનું એનાલિસીસ જણાવે છે.

બાઇડનના શપથવિધિ પહેલાં ટ્રમ્પ વૉશિંગ્ટન છોડી દેશે,ઇમ્પીચમેન્ટ પછી હાજર રહેવા માગતા નથી
બિલ્ડરના ઘરે દરોડામાં મળ્યા 30 કરોડ, પોલીસે કેસ દબાવવા લીધા 6 કરોડ
ગુજરાતમાં લોકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે: કેગના રિપોર્ટમાં ખુલાસો
બંગાળ : મમતાના ભત્રીજાનો અમિત શાહ પર માનહાનીનો કેસ,ગૃહમંત્રી અમિત શાહને કલકત્તા કોર્ટમાં હાજર થવાના આદેશ
સુશાંતના સુસાઈડને લઇને શેખર કપૂરે કહ્યું: હું એ લોકોને જાણું છું જેણે તને રડાવ્યો છે
Share This Article
Facebook Email Print
Previous Article જાણો શા માટે 58,275 ડિફેન્સ પેન્શનરોને પેન્શન આપવામાં થયો વિલંબ, સરકારે જણાવ્યું કારણ
Next Article દિલ્હીમાં બાળકોના ઝઘડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ, 20 લોકોને કસ્ટડીમાં લીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up