મધ્યપ્રદેશમાં કટોકટ સ્થિતિમાં સત્તા પરિવર્તન બાદ આજે સ્થિતિ એ છે કે હજુ પણ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.વાતની ગંભીરતા ત્યાં સુધીની છે કે પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ દ્વારા covid 19 પર વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું અને બીજી તરફ મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાંચે તેમની સામે ફરિયાદ દાખલ કરી દીધી.
કમલનાથે આપેલા નિવેદન સામે ભાજપનાં કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવીને આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી.કમલનાથ સામે કલમ 188 હેઠળ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે તો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 54 પણ લગાડવામાં આવી છે.વિવાદ ત્યારે ઉભો થયો કે જ્યારે કમલનાથે ઉજ્જેનમાં નિવેદન આપ્યું કે ભારતીયો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.વિદેશી મીડિયા ભારતમાં કોરોનાને ઈન્ડિયન વેરિએન્ટ ગણાવી રહ્યા છે.બ્રિટનમાં ભારતીયોને ટેક્સીમાં નથી બેસાડવામાં આવી રહ્યા.આ પેહલા તેમણે મધ્યપ્રદેશ સરકાર પર મોતનાં આંકડા છુપાવવાનો આરોપ લગાડ્યો હતો.
વિવાદ ક્યાંથી વકર્યો?
મધ્યપ્રદેશ ભાજપનાં પ્રતિનિધિ મંડળે ક્રાઈમ બ્રાંચમાં જઈને આવેદનપત્ર આપ્યું હતું કે કમલનાથ સામે ફરિયાદ નોંધવામાં આવે.તેમણે જે પ્રકારે નિવેદન આપ્યું છે તે ભારતીયોની ઈમેજ વિદેશમાં બગાડનારી છે.ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશમાં માહોલ બગાડવાની વાત કરવામાં આવી છે.આ બે મુખ્ય મુદ્દાઓને FIRમાં આધાર બનાવવા માગ કરવામાં આવી હતી.
કમલનાથે કહ્યું ખોટા આરોપોની પરવા નથી
ભાજપ દ્વારા દાખવવામાં આવેલી આક્રમક્તાને જોઈને કમલનાથે પ્રેસનોટ ઈશ્યુ કરી હતી.તેમણે જણાવ્યું કે તેમણે મુશ્કેલ સમયમાં સરકારને સાથ આપ્યો હતો.તેમની જવાબદારી પ્રદેશની જનતા તરફ પણ છે અને તેમને આમ મરતા છોડી શકાય નહી. સરકારનાં ખોટા કામને સમર્થન આપી શકાય નહી.પ્રદેશની જનતાનાં હિતમાં તે લડતા રહેશે, સરકારની FIRથી તેઓ ડરતા નથી.એટલે કે મધ્યપ્રદેશમાં હવે કોરોનાને લઈને રાજકારણ આરપારની સ્થિતિમાં આવી ગયું છે અને આ બહાને ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાનો હિસાબ બરાબર કરવામાં લાગી ગયા છે.