By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : સુરતના રાજકારણમાં આપની એન્ટ્રી, અનેક બેઠકો પર આગળ,વોર્ડ નંબર 16 અને 4માં આપની પેનલનો વિજય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : સુરતના રાજકારણમાં આપની એન્ટ્રી, અનેક બેઠકો પર આગળ,વોર્ડ નંબર 16 અને 4માં આપની પેનલનો વિજય
GeneralPoliticsSurat

સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : સુરતના રાજકારણમાં આપની એન્ટ્રી, અનેક બેઠકો પર આગળ,વોર્ડ નંબર 16 અને 4માં આપની પેનલનો વિજય

HM News
Last updated: 23/02/2021 6:39 AM
HM News
4 years ago
Share
SHARE

– સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું હતું
– ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજ ખાતે મતગણતરી શરૂ

આજે સવારે સુરત મનપાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે મતદાન પેટીમાંથી બહાર આવશે.ત્યારે સુરતના ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે.બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.એસવીએનઆઈટી ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 29, 14, 27, 25, 1, 21, 10 અને 15 ની મતગણતરી થશે.તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 30, 19, 28, 26, 9, 22, 11 અને 18ની મતગણતરી થશે. ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નંબર 23, 4, 6, 8, 16, 2 અને 13ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની મતગણતરી થશે.

સુરત મહાનગરપાલિકાનું પરિણામ Live :

સુરતમાં 18 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.

સુરતમાં વોર્ડ ન 23 ભાજપની આખી પેનલની જીત થઈ.

એસ.યુ.એન.આઈ.ટી કોલેજ બહાર સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો.તમામ સમર્થકો પોતાના વોર્ડનો ઉમેદવાર આગળ ચાલતા ઉત્સાહ અને ગેલમાં જોવા મળ્યા. એસ.યુ.એન.આઈ.ટી સર્કલ પર સિંહની પ્રતિમા સુધી લોકોની ભીડ પહોંચી ગઈ છે.ચારેતરફથી કિકયારીઓની ગુંજ સાંભળવા મળી રહી છે.

વોર્ડ ન 4 માં આપ આગળ,ભાજપની વોર્ડ નબર 6 માં જીત નક્કી,વોર્ડ 8 માં બે આપ અને બે બીજેપીની પેનલ આગળ.વોર્ડ 10 માં બીજેપી આગળ

સુરતમાં આ મહાનગરપાલિકાની ચૂંંટણીમાં આપની એન્ટ્રી થઈ છે.વોર્ડ નંબર 2, 4 અને 8માં આપની પેનલ આગળ ચાલી રહી છે.વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.વોર્ડ નંબર 10માં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.વોર્ડ 29 માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 29 માં 3 માં ભાજપ આગળ અને 1 માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 6 માં બીજેપીની પેનલ આગળ

મતગણતરી ને પગલે આ બંને સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ખુદ પોલીસ કમિશનરે અજય કુમાર તોમરે મોડી રાત્રે બંને સ્થળોની મુલાકાત લીધી હતી.બીજી તરફ ચૂંટણી અધિકારીઓએ પણ કામગીરી શરૂ કરી.મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવ્યો છે.ત્યારે બપોર પછી તમામ વોર્ડનું પિક્ચર ક્લિયર થઈ જશે.સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જંગી રેલી કરી હતી. ત્યારે હવે ભાજપ કેટલી બેઠક અંકે કરે છે,અને પાસના ભડાકા બાદ કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેના પર સૌની નજર છે.

ગુજરાતના ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું
મેટ્રો પ્રોજેક્ટના શ્રીગણેશ:200 ઇજનેરે આજથી મેટ્રોનું કામ શરૂ કર્યું,11 કિમીમાં 600 પીલર બનાવાશે
મોદીની અપીલ પર પાણી ફેરવ્યું!, BJPના MLAએ ઉઠાવી મશાલ, ના રાખ્યું સોશિયલ ડિસ્ટેંસિંગ
ચીન,તુર્કી,મલેશિયાએ પાકિસ્તાનને બચાવ્યુ,જૂન સુધી મુદ્દત મળી
SEBIનો આદેશ! મીડિયામાં કંપનીને લગતા સમાચાર ફરતા થાય તો 12 કલાકમાં તેની પુષ્ટી કે ખંડન કરે
Share This Article
Facebook Email Print
Previous Article સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય
Next Article PATIL VS PATEL FACTOR : સુરતમાં આપ-કોંગ્રેસ-ભાજપ વચ્ચે ત્રિ પાંખીયો જંગ ; 18 ઉપર આમઆદમી પાર્ટી, 20 ઉપર કોંગ્રેસ અને 40 ઉપર ભાજપ આગળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up