કોલકાતા , તા . ૨૪ : આવતા વર્ષે થનારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને લેફ્ટ એક સાથે ચૂંટણી લડશે.કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ ગુરૂવારના આ વાતની જાહેરાત કરી.તેમણે ટ્વીટ કરીને કહ્યું કે,આજે કૉંગ્રેસ હાઈકમાન્ડે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે .
બંગાળમાં ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીને લઇને ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતુ કે બંગાળમાં મમતા બેનર્જી અને બીજેપી બંનેને રોકવા માટે લેફ્ટ અને કૉંગ્રેસમાં ગઠબંધન થવું જ જોઇએ.આવામાં ગુરૂવારના કૉંગ્રેસ હાઇકમાન્ડે લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી દીધી છે .
ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી જ પાર્ટીના અધ્યક્ષ હતા,જ્યારે વર્ષ ૨૦૧૬માં લેફ્ટ અને કૉંગ્રેસે એક સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી.જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઘણા પ્રયત્નો છતા બંને દળોની વચ્ચે ગઠબંધન નહોતુ થઈ શક્યું.ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ બુધવારના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સખ્ત પ્રહારો કર્યા હતા.
અધીર રંજને કહ્યું હતુ કે,જે બીજેપીને બંગાળમાં કોઈ ઓળખતુ પણ નહોતુ,મમતા ખુદ ૧૯૯૯માં તેને બંગાળ લઇને આવી અને ગઠબંધન કર્યું.તેમણે કહ્યું કે મમતા ખુદ પોતાના કર્મોની સજા ભોગવી રહી છે.સિયાલદહના રામલીલા મેદાનમાં કૉંગ્રેસની એક સભાને સંબોધિત કરતા અધીરે રાજ્યમાં ભાજપના મજબૂત થવા માટે સ્પષ્ટ રીતે મમતાને જવાબદાર ગણાવી અને કહ્યું કે તેમણે જનતાની માફી માંગવી જોઇએ.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે જાહેરાત કરી કે કોંગ્રેસ અને વામ મોર્ચો મળીને પશ્ચિમ બંગાળની ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઠબંધનની લીલી ઝંડી બતાવી છે.
પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટ એક સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેમ છતા મમતા બેનર્જી સામે કોઇ ખાસ પડકાર ફેંકી શક્યા ન હતા જો કે રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભામાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી.કોંગ્રેસે 44 બેઠક પર જીત મેળવી હતી.જ્યારે સીપીએમને 26 જ્યારે બાકી લેફ્ટના ઘટક દળોને કેટલીક સીટ મળી હતી. ભાજપ માત્ર 3 બેઠક જીતી હતી.
છેલ્લા 5 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણ બદલાઇ ગયા છે.જો કે હાલના ધારાસભ્યના પક્ષાંતર પછી કોંગ્રેસની પાસે હાલ 23 ધારાસભ્ય છે જ્યારે ભાજપની પાસે 16 ધારાસભ્ય છે.પશ્ચિમ બંગાળમાં ભાજપનો રાજકીય ગ્રાફ સતત ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને લેફટ બંનેની સામે પોત-પોતાનો રાજકીય આધારને બચાવી રાખવાનો મોટો પડકાર છે.
આ રાજકીય મજબૂરી કે રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એક વાર ફરી બંને વચ્ચે ગઠબંધન કરવું પડ્યું છે.બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ સાથે આવવાનો સીધો મતલબ છે પોતાના પક્ષને બચવાનો છે,કારણ કે રાજ્યમાં રાજકીય લડાઇ ભાજપ અને TMC વચ્ચે જોવા મળી રહી છે.