કોલકતા : બંગાળમાં પ્રથમ ચરણના મતદાનના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે,ત્યારે શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસના એક નેતાએ મોટો બફાટ કર્યો છે.ટીએમસીના નેતા શેખ આલમએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યુ જો મુસ્લિમ મતદાતા એકતરફ થઈ જાય તો ચાર નવા પાકિસ્તાન બનાવી શકાય તેમ છે.પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણના મતદાન પૂર્વે શેખ આલમના વિવાદિત નિવેદન પર ભાજપ તોફાની ઈનિંગ રમી શકે છે તેમજ મતદાન પૂર્વે ધ્રુવીકરણની શક્યતા પણ વધી થઈ છે.
શેખ આલમએ કહ્યુ આપણે 30 ટકા(મુસ્લિમ) છે અને તેઓ 70 ટકા(હિન્દુ).તેઓ(ભાજપ) 70 ટકાના સમર્થનથી શાસનમાં આવશે,તેમને શરમ આવવી જોઈએ.જો અમારી મુસ્લિમ જનસંખ્યા એકતરફ થઈ જાય તો અમે 4 નવા પાકિસ્તાન બનાવી શકીએ છીએ. 70 ટકા જનસંખ્યા ક્યાં જશે? ટીએમસી નેતા શેખ આલમએ બીરભૂમ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ બાસાપારાના નાનૂરમાં જનસભાને સંબોધતા વિવાદિત વાણીવિલાસ કર્યો હતો.ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ શેખના નિવેદનને ટ્વીટ કરીને મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.તેમણે લખ્યુ,તેઓ ચોક્કસપણે મમતા બેનરજી તરફ નિષ્ઠા ધરાવે છે.શું તેઓ(મમતા બેનરજી) તેમનું સમર્થન કરે છે? શું આપણે બંગાળને આ સ્થિતિમાં જોવા માગીએ છીએ?
બંગાળમાં વિધાનસભાની ગત ચૂંટણી દરમિયાન પણ ટીએમસીના એક નેતાએ આ પ્રકારનો જ વાણીવિલાસ કર્યો હતો.મમતા સરકારના મંત્રી ફિરહદ હકીમએ એક વિસ્તારને મિની પાકિસ્તાન કહી દીધો હતો,તેને લઈ ખૂબ જ હોબાળો થયો હતો.રાજ્યમાં 5મા ચરણના મતદાન પૂર્વે તેમણે વિવાદિત નિવેદન આપ્યુ હતુ.