વલસાડ, 30 મે : ચક્રવાતનું સરક્યુલેશન 30 મે અથવા 31 મેથી દરિયાકિનારા તરફ આગળ વધવાનું શરૂ કરશે અને ઉત્તર દિશા તરફ જશે. ત્યારે, વરસાદની અને વાવાઝોડામાં નુકસાનની સંભાવનાને જોઈને વન અને આદિજાતિ જાતી પ્રધાન પાટકરે પોતાના નિવાસ સ્થાને સરપંચ,વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.કોરોના મહામારી દરમિયાન પશ્વિમ બંગાળમાં અમ્ફાન ચક્રવાતે તબાહી મચાવી છે.હવે સમુદ્રમાં તેનું ડિપ્રેશન ઓછું થયું છે.સાથે જ ગુજરાતને આ ચક્રવાતથી નુકશાનની સંભાવના નહિવત થઈ ગઈ છે.
રમણ પાટકરે આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડા અને વરસાદને ધ્યાને રાખી એક બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં ઉમરગામ તાલુકાના દરિયાઈ વિસ્તારના 7 ગામોના સરપંચ અને અન્ય ગામના સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારી,ડિઝાસ્ટ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી અને સાવચેત રહેવા જણાવ્યું હતું.ઉપરાંત હાલમાં કોરોના મહામારી પણ ચાલી રહી હોવાથી બેઠકમાં આ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે,ગામમાં કોઇપણ બહારના વ્યક્તિ આવે એટલે તેની જાણ વહીવટીતંત્રને કરવામાં આવે, આવનાર વ્યક્તિ ક્યાંથી આવ્યો છે.તેની આરોગ્ય ચકાસણી કરી છે કે કેમ? કોરોન્ટાઇન કરવામાં આવેલા છે કે કેમ? તે અંગે સચોટ માહિતી લઈ હોમ કોરોન્ટાઇન કરવામાં આવે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ વરસાદ દરમિયાન સચેત રહી કોઈ જાનહાની ન થાય તે માટે કાંઠા વિસ્તારના ગામોને સજાગ રહેવા અને બનતી મદદ કરવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,અમ્ફાન ચક્રવાત હવે મહારાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠે ડિપ્રેશન કે ચક્રવાત નહીં સર્જે.ખાનગી વેધર ફોરકાસ્ટ સ્કાયમેટ દ્વારા મળતી માહિતી અનુસાર,હવે અમ્ફાનનું ડિપ્રેશન ઓછું થતું જણાય છે.જો કે,આના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠામાં વરસાદની અપેક્ષા છે. મોટાભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ પડશે,આ સાથે જ સમગ્ર રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.