રાજસ્થાનમાં ગેહલોત સરકાર પાડવાનાં આરોપ પર કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સ્પષ્ટતા આપી છે.તેમણે કહ્યું છે કે ઑડિયો ક્લિપમાં મારો અવાજ નથી.હું કોઈપણ તપાસ માટે તૈયાર છું.આ દરમિયાન રાજસ્થાનનાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે કૉંગ્રેસનાં ચીફ વ્હીપ મહેશ જોશીની ફરિયાદ પર ફરિયાદ નોંધી છે.કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર શેખાવતનું કહેવું છે કે ઑડિયો ફેક છે.હું મારવાડની ભાષા બોલું છું,જ્યારે ઑડિયો ટેપમાં ઝુંઝુનૂ ટચ છે.જે ગજેન્દ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પદનો કોઈ ઉલ્લેખ નથી.કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી.ઑડિયો જોડી-તોડીને પણ તૈયાર કરી શકાય છે.
ઑડિયો ક્લિપમાં ધારાસભ્યોની લે-વેચની વાતચીત
કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર શેખાવતે કહ્યું કે, “હું અનેક સંજય જૈનને જાણું છું, આ કારણે મને જણાવવામાં આવે કે કયા સંજય જૈન છે અને તેમણે મારા કયા મોબાઈલ નંબર પર વાત કરી છે.” આ દરમિયાન એસઓજી તરફથી કહેવામાં આવ્યું છે કે મહેશ જોશીએ ફરિયાદ નોંધાવી છે. એસઓજીએ કહ્યું કે,આમાં કૉંગ્રેસનાં સસ્પેન્ડેડ ધારાસભ્ય ભંવરલાલ શર્મા, કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દલાલ સંજય જૈન પરસ્પર ધારાસભ્યોની ખરીદીની વાત કરી રહ્યા છે.આ ઑડિયોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે.સંજય જૈનને કાલે દિવસભર પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.આજે ફરી 10 વાગ્યે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
બીજેપી રાજસ્થાનમાં સરકાર પાડવાનો પ્રયત્ન કરતી હોવાનો આરોપ
કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ 2 ઑડિયોનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત રીતે કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને બળવાખોર કૉંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માની વચ્ચે પૈસાની લેણદેણને લઇને વાત થઈ રહી છે.રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,આજે બીજેપી રાજસ્થાનની સરકાર પાડવાનાં પ્રયત્ન કરી રહી છે.આના કેટલાક ઑડિયો પણ સામે આવી રહ્યા છે,જેમાં રાજસ્થાનનાં કૉંગ્રેસનાં ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
2 બળવાખોર ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા
કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ સમગ્ર ષડયંત્રમાં સામેલ છે. તેમના પર તરત એફઆઈઆર નોંધવામાં આવવી જોઇએ અને ધરપકડ કરવી જોઇએ.ઑડિયો ક્લિપ સામે આવ્યા બાદ કૉંગ્રેસે બળવાખોર ધારાસભ્ય ભવંરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દીધા છે.આ સાથે જ બંને નેતાઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. કૉંગ્રેસે સચિન પાયલટ સાથે પણ પોતાની સ્થિતિને સ્પષ્ટ કરવાનું કહ્યું છે.