નવી દિલ્હી તા. ૧૭ : કોરોના કાળમાં મોટાભાગના પ્રોફેશનલ્સ ઘરેથી કામ કરી રહ્યા છે.એવામાં બની શકે છે કે કન્વેયન્સ એલાઉન્સ હવે ટેક્ષ ફ્રી રહી જાય. કોરોનાના પ્રક્રોપને કારણે વેકેશન અને લીવ ટ્રાવેલ એલાઉન્સ પણ કલેમ થઇ નહિ શકે જે એક ૪ વર્ષમાં બે વખત કલેમ થાય છે.કન્વેયન્સ એલાઉન્સ હવે રીયમ્બર્સમેન્ટની જેમ ઓફર થાય છે તો તે સંપૂર્ણ રીતે ટેક્ષ ફ્રી હોય છે જો હકીકતે ખર્ચ થયો હોય અને તેના પુરાવા પણ હોય.ઓફિસીયલ રીતે કયાંય અવરજવર ન થવાના કારણે હવે તે ટેક્ષેબલ ઇન્કમના દાયરામાં આવી શકે છે.
જો તમે કોરોનાકાળમાં તમારૂ ભાડાનું ઘર છોડી દીધું હોય અને પરિવાર સાથે ગામડે કે પોતાના સ્થાયી ઘરમાં ચાલ્યા ગયા હો તો તમને HRA પર પણ ટેક્ષ છૂટ નહિ મળે. બની શકે કે તમારે HRA પર ટેક્ષ પણ આપવો પડે.જો કોઇ વ્યકિત પોતાના ભાડાના ઘર ખાલી કરી નાખ્યા હોય અને ભાડુ ન આપતો હોય તો તેની ટેક્ષની જવાબદારી વધી જશે કારણ કે તેના પગારમાં મળતું HRA પર ટેક્ષ લાગશે.
જો કંપની વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ આપતી હોય અને તમને એ ન પૂછતી હોય કે તમે તેનો કયાં ખર્ચ કરો છો કે તમારી પાસે ખર્ચના પુરાવા ન માંગે તો પણ તમારે ટેક્ષ દેવો પડશે.