ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે લાંબા સમય સુધી દિલ્હીના શાહીન બાગમા આક્રમક દેખાવ કરનારા કાર્યકર્તા શહજાદઅલી સહિત ૫૦થી પણ વધુ દેખાવકારો ભાજપમાં જોડાઈ ગયા છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્રારા આ બારામાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં એવો ઉલ્લેખ છે કે મુસ્લિમ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાજપમાં જોડાઇ રહ્યા છે અને અમે એમને આવકાર આપ્યો છે.શાહીન બાગ માં કેન્દ્ર સરકારના સીટીઝન શીપ એમેન્ડમેન્ટ એકટ ના પગલા સામે ભારે પ્રચડં વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે ત્યારે એમની પાછળ અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાય તેવી શકયતા છે.
દિલ્હી ભાજપના પ્રમુખની હાજરીમાં એક સમારોહ યોજાયો હતો જેમાં આ તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા અને એમને કેસરી ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો.મુખ્ય એકિટવિસ્ટ દ્રારા એવું બયાન આપવામાં આવ્યું છે કે ભાજપ લઘુમતિ નો દુશ્મન નથી.આ એક પ્રકારની ખોટી ગેરસમજ લઘુમતી સમુદાય માં ફેલાવી દેવામાં આવી છે પરંતુ તેમાં સચ્ચાઈ નથી.
સંશોધિત નાગરિકતા કાયદો (સીએએ)ના વિરોધના મુખ્ય કેન્દ્ર એવા શાહીન બાગના સામાજિક કાર્યકર શહજાદ અલી રવિવારે ભાજપમાં જોડાયા છે.દિલ્હી જપન અધ્યક્ષ આદેશ ગુપ્તાની હાજરીમાં તેમણે વિધિવત ભાજપની અંદર પ્રવેશ કર્યો છે.આ અવસર પર ભઆજપના નેતા શ્યામ જાજુ પણ હાજર હતા.એક પ્રકારે આ ઘટનાથી ઘણા લોકોને ઝટકો પણ લાગ્યો છે.કારણ કે શાહીનબાગ એ સીએએના વિરોધનું કેન્દ્ર ગણાતું હતું. આ સિવાય જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપે શાહીન બાગને મુદ્દો બનાવીને તેના વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેવામાં શાહીન બાગના સામાજિક કાર્યકર દિલ્હી ભાજપમાં જોડાયા તે વાતથી કેટલાક લોકોને આશ્ચર્ય થયું છે.
ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ શહજાદ અલે કહ્યું કે, ‘હું ભાજપમાં એટલા માટે જોડાયો છું કે મારા સમુદાયના એ લોકોને ખોટા પાડી શકુ જેઓ ભાજપને પોતાનો દુશ્મન ગણે છે.આ સિવાય સીએએ મુદ્દે પણ અમે ભાજપને સાથ આપીશું.’ એવું કહેવમાં આવી રહ્યું છે કે શાહીનબાગના યુવા મુસ્લિમ ચહેરાને પોતાની તરફેણમાં લઇને ભાજપે ઘણું મોટું કામ કર્યુ છે.