નવી દિલ્હી : દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે.અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને બુધવારે પહેલા ટેન્ડર હેઠળ બોલી માટે આમંત્રિત કરી છે.આ પરિયોજનામાં જાપાનને સામેલ કર્યું હતું,જોકે બુલેટ ટ્રેન પાછળ ધાર્યા કરતાં વધુ ખર્ચ થાય એવું લાગતાં જપાની કંપનીઓ બોલી બોલવામાં પીછેહઠ કરી રહી હતી.પ્રોજેક્ટમાં આશરે 237 કિમીના ખંડ ઉપર 20000 કરોડ રૂપિયાનો ખર્ચે નિર્માણ કાર્ય માટે કંપનીએ બે કંપનીઓ કંસોર્ટિયમ અને લાર્સન એન્ડ ટુર્બોએ બોલી લગાવી છે.
એક રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે NHSRCLકહ્યું છે કે,આ પ્રોજેક્ટનો સૌથી મોટુ ટેન્ડર છે.જે હેઠળ ગુજરાતના વારી અને વડોદરાની વચ્ચે બુલેટ ટ્રેન અલાઈમેન્ટમાં 47 ટકા વિસ્તાર કવર કરવાનો છે.જે હેઠળ આ કોરિડોરમાં 4 સ્ટેશનો વાપી,બિલિમોરા,સૂરત અને ભરૂચનું પણ નિર્માણ કરવામાં આવશે. NHSRCLએ જણાવ્યું કે, આ પ્રતિસ્પર્ધિ બિડિંગમાં જે ત્રણ બિડર્સે ભાગ લીધો છે.તેમાં કુલ સાત ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓનો સમાવેશ થાય છે.
એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈરકોન ઈન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયાએ એક સાથે મળીને બોલી લગાવી છે.આવી જ રીતે એનસીસી,ટાટા પ્રોજેક્ટ,કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સે એક સાથે બોલી લગાવી છે.લાર્સન એન્ડ ટૂર્બોએ એકલી બોલી લગાવી છે.આ 237 લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ આવશે.આ સમગ્ર વિસ્તાર ગુજરાતમાં છે.જ્યાં 83 ટકાથી વધારે જમીનનું અધિગ્રહણ થઈ ચુક્યું છે.
રેલમંત્રી પીયુષ ગોયલે રાજ્યસભઆમાં જણાવ્યું હતું કે, માર્ચ 2020થી પહેલા ભૂમિ અધિગ્રહણનું કામ પુરી થઈ જવાનું હતું.પરંતુ મહારાષ્ટ્રમાં કેટલીક મુશ્કેલીઓના કારણે તે શક્ય બન્યું નહીં.આ સમગ્ર પ્રોજેક્ટ 508 કિમીનો છે.જેમાંથી 349 કિમીનો વિસ્તાર ગુજરાતમાં આવે છે.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટના કારણે આશરે 90000 લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રોજગારી મળશે.
કોરોનાના કારણે પ્રોજેક્ટમાં વિલંબની શક્યતા
તાજેતરમાં જ અહેવાલો ચાલી રહ્યા હતા કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમય પર પૂરો થવામાં વિલંબ થઈ શકે છે.હકીકતમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જમીન સંપાદનમાં કામમાં વિઘ્ન આવ્યું છે.જેની સીધી અસર પ્રોજેક્ટ પર પડી રહી છે.બુલેટ ટ્રેન સ્થાપવા પાછળ અઢળક ખર્ચ થાય એમ હોવાથી ભારતે બહાર પાડેલા ટેન્ડર ભરવા કોઇ જપાની કંપની આગળ આવતી નથી એવું એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જણાવાયું હતું. જોકે હવે બે કંપનીઓ આગળ આવતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને હાંસકારો અનુભવ્યો છે.
જાપાનની નિરસતા
આ સમસ્યા ધ્યાનમાં લઇને રેલવેએ એવી આશા વ્યક્ત કરી હતી કે હવે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂરો થઇ જશે. અગાઉ આ પ્રોજેક્ટ પૂરો કરવાની મુદત 2023ની હતી પરંતુ હવે સંજોગો બદલાયા હતા. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબ વિશે બોલતાં ભારતીય રેલવેના એક અધિકારીએ કહ્યું,બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના માર્ગમાં જે અવરોધો આવી રહ્યા હતા એનું નિરાકરણ થઇ જાય તો કદાચ આ પ્રોજેક્ટ થોડો વહેલો પણ પૂરો થઇ શકે.બુલેટ ટ્રેન માટે મદદ કરી રહેલી જપાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ 2028ની મુદત જાહેર કરવામાં આવી હોવાનું આ અધિકારીએ ઉમેર્યું હતું.
સાત કિલોમીટર જેટલો હિસ્સો દરિયાની અંદરથી પસાર થશે
સૌથી મોટો અવરોધ અન્ડરગ્રાઉન્ડ કોરિડોરનો હતો.આપણી યોજના એવી હતી કે બુલેટ ટ્રેન કોરિડોરનો 21 કિલોમીટર જેટલો હિસ્સો અન્ડરગ્રાઉન્ડ હશે અને એમાં પણ સાત કિલોમીટર જેટલો હિસ્સો દરિયાની અંદરથી પસાર થશે.દરિયાની અંદરના કોરિડોર માટે જાપાને કોઇ રસ દેખાડ્યો નહીં.
યોજના માટે 63 ટકા જમીનનું સંપાદન
કોર્પોરેશન તરફથી આ યોજના માટે 63 ટકા જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. તેમાંથી ગુજરાતમાં લગભગ 77 ટકા, દાદરા નગર હવેલીમાં 80 ટકા અને મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે,મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા વિસ્તારમાં અત્યાર સુધી જમીન સંપાદન સાથે જોડાયેલા કેટલાક મુદ્દા છે.કોર્પોરેશને પાછલા વર્ષે લોક નિર્માણના 9 ટેન્ડર મગાવ્યા હતા.પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તે ખુલ્યા નથી.આ યોજનાનું કામ ડિસેમ્બર 2023 સુધી પૂરુ થવું પ્રસ્તાવિત છે.
પ્રોજેક્ટ પૂરો થવામાં અવરોધો સર્જાયા
અત્રે એ યાદ રહે કે મુંબઇ અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જપાન દ્વારા 80 ટકાની લોન મળે એના આધારે અમલમાં આવી રહ્યો હતો.જપાને આ લોન એક ટકાના વ્યાજના દરે પંદર વર્ષ માટે આપી હતી.શિંકાસેન બુલેટ ટ્રેનની ટેક્નીક પર આધારિત બુલેટ ટ્રેન મુંબઇ અમદાવાદ વચ્ચે દોડાવવાની યોજના કેન્દ્ર સરકારે ઘડી હતી.સરકારની યોજના એવી હતી કે 2022ના સ્વાતંત્ર્ય દિને આ યોજના રાષ્ટ્રને ભેટ આપવી.પરંતુ આ પ્રોજેક્ટના માર્ગમાં સતત અવરોધો સર્જાતા રહ્યા હતા.