અમદાવાદ : દસાડાના કોંગીના ધારાસભ્ય નૌશાદ સોલંકીનો વન વિભાગના અધિકારીને ધમકાવતો અને વન વિભાગના એક મહિલા અધિકારી દ્વારા નળ સરોવરના સ્થાનિકોને જગ્યા ખાલી કરાવવા અંગે આદેશ આપતો એમ બે વીડિયો વાયરલ થયા છે.નૌશાદ સોલંકી ખાટલા પર બેસીને ફોનમાં વન અધિકારીને ધમકી આપતા જણાય છે.જેમાં ધારાસભ્ય કહે છે કે,તમે કાયદાની આડમા રહીને કેટલુ ભ્રષ્ટાચાર કરો છો તે અમારાથી કઈ છુપુ નથી.તમારા એક એકના ઘર પર રેડ કરાવુ છુ. તમે તમારા પગારમાંથી બંગલા બનાવ્યાં છે ? બીજા વીડિયોમાં વન વિભાગના મહિલા અધિકારી નાની કાટેચી ગામના લોકોને જગ્યા ખાલી કરવાનું કહે છે.આ સ્થળ પર માઈગ્રેટરી પક્ષીઓ આવે છે.આ જગ્યા બે-ત્રણ દિવસમાં ખાલી કરવાની સુચના આપવામાં આવે છે.કોંગીના ધારાસભ્ય આ સ્થળ પર આવીને કોઈ વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ચૌધરી તરીકે વીડિયોમાં સંબોધે છે અને કહે છે કે,વન વિભાગના અધિકારીઓએ અહીના લોકોની હોડી અને ફીશીંગ નેટને નુકાશન પહોચાડયું છે.આ નુકશાન કયા કાયદા હેઠળ પહોચાડવામાં આવ્યુ તેવા સવાલો કરે છે.