અમદાવાદ : ભાજપના સાંસદ,ધારાસભ્યો અને નેતાઓ કોરોનાની મહામારી વચ્ચે નક્કી થયેલી ગાઈડલાઈન્સ,નિયમોના છડેચોક લીરાં ઉડાવતા હતા તેવી ઘટનાઓ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ આ જ વાદે ચડયા હોય તેમ જણાય છે.કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં ધારાસભ્ય માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યાં છે.એટલુ જ નહી સોશિયલ ડીસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડાડતાં નજરે પડે છે.કલોલ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાવવાની પ્રેરણા પુરી પાડવાના બદલે ખુદ ધારસભ્યએ જ ગાઈડ લાઈનનો ભંગ કર્યો છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા આંખઆડ કાન કરવામાં આવી રહ્યાં છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો નવેમ્બર મહિનામાં કલોલના એક કોંગી કાર્યકરના લગ્ન પ્રસંગમાં ધારાસભ્યએ હાજરી આપી તે સમયનો હોવાનું ચર્ચાય છે.


