ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં આજથી છ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ થયો છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના મવડીમંડળ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ તેજ બનાવાઈ છે તથા તા.6 સુધીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરી દેશે.તા.9 સુધીમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તથા તા.21ના રોજ છ મહાપાલિકા માટે મતદાન તા.23ના મતગણતરી છે.જો કે હવે મહાપાલિપકા અને પંચાયતોના મતદાન બાદ એક જ સાથે મતગણતરીની માંગનો મુદોનો હાઈકોર્ટમાં છે
પણ તેનાથી મતગણતરી સિવાયના ચૂંટણી કાર્યક્રમો પર કોઈ અસર થશે નહી.આ વચ્ચે રાજયમાં ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ આજથી ત્રણ દિવસ માટે સતત બેઠકો કરીનને એક બાદ એક મહાપાલિકાના ઉમેદવારોની યાદી આખરી કરશે અને રૂા.4-6 ફેબ્રુ. વચ્ચે તમામ ફોર્મ ભરાઈ જશે. કોંગ્રેસ પક્ષની પ્રથમ યાદી આજે જ જાહેર થશે અને તે બાદ જીલ્લા,તાલુકા પંચાયત,નગરપાલીકા,ઉમેદવારોની પસંદગી થશે.આ વચ્ચે રાજય સરકારે તેના પોલીસ ગુપ્તચર વિભાગ પાસે મહાપાલિકામાં લોકોનો ‘મૂડ’ જાણવા માયે જે રીપોર્ટ મંગાવ્યો હતો તેમાં 2015ની માફક ભાજપ તમામ છ મહાપાલિકામાં કલીન સ્વીપ કરશે તેવું જણાવતા હાલ પ્રથમ રાઉન્ડ જીતી ગયાનો હાશકારો ભાજપને મળી ગયો છે.જો કે રાજયના ગુપ્તચર વિભાગે બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઉમેદવારોની પસંદગી પણ મુખ્ય ફેકટર છે અને ભાજપમાં જે રીતે દરેક બેઠક માટે 15-20 દાવેદારો છે તે જોતા પક્ષના કાર્યકર્તાઓની નારાજગી કે ખુશી પણ પરિણામને અસર કરશે.
જો કે ભાજપના ટોચના સૂત્રો કહે છે કે ભલે 2015માં પણ વિરોધી ફેકટર વચ્ચે તમામ મહાપાલિકાઓમાં ભાજપે વિજય મેળવ્યો હોય અને 2021ની પરિસ્થિતિ તેનાથી પણ સારી છે તેવો પક્ષને વિશ્ર્વાસ છે પણ હજુ અમારે ચિંતા છે પક્ષમાં જે રીતે ઉમેદવારોના માપદંડ નિશ્ર્ચિત થયા છે તેમાં અનેક ખમતીધર સીનીયરને ટિકીટ આપી નથી.તેઓ ડેમેજ કરશે.બીજુ ફેકટર કોંગ્રેસ કરતા આમ આદમી છે જે રીતે દિલ્હીમાં લોકોએ આમ આદમી પક્ષને સંગઠન કે સાધનો વગર પણ બે બે વખત જીતાડયો અને કેજરીવાલએ વિજય આપી આરોગ્ય શિક્ષણનું જે રાજકારણ રમ્યું છે તે લોકો સુધી પહોંચી ગયું છે.ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આ દાવ ખેલી શકે છે અને તે મુદા હાલની મોંઘવારી અને વ્યાપાર-ધંધા વિહોણી સ્થિતિમાં લોકોને સ્પર્શી શકે છે અને તેથી પક્ષે ફકત આઈબીનો રીપોર્ટ પર જવાની જરૂર રહેશે નહી.પક્ષે તેના આ ચૂંટણીમાં ઢંઢેરામાં હવે વિકાસથી આગળ વધીને લોકોને સીધો ફાયદો થાય તેવા આ વિજદર ઘટાડા ગરીબોને આપી મફત વિ. આગળ ધરવા પડશે.ભાજપે દિલ્હી સ્ટાઈલની મહોલ્લા કિલનીકની યોજના તોજાહેર કરી પણ હજું તે અમલી બની નથી અને અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ 10 કલીનીક ખોલી નાખી છે.
કોંગ્રેસ પક્ષને માટે તેના ઉમેદવાર જ મહત્વના છે.પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ પ્રચાર કરવા આવે તેના કરતા તેના ઉમેદવાર કેટલું જોર કરી શકે છે તેના પર હાર જીત છે.ખેડૂત આંદોલનની અસર જીલ્લા-તાલુકા પંચાયતમાં હોઈ શકે છે.ભાજપની એક ચિંતા ‘આયાતી’ઓને ટિકીટ અપાય કે કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રી ભાજપની ટિકીટ પર ધારાસભ્ય બની ગયેલા નેતાઓ તેમના મતક્ષેત્રમાં તેમના જ ટેકેદારોને ટિકીટ અપાવી જશે તો મળ ભાજપમાં અસંતોષ થઈ શકે છે.હાલમાં જ જુનાગઢ જિલ્લામાં ભાજપના પુર્વ મહામંત્રીએ ભાજપમાં આવીને મંત્રી બની ગયેલા ધારાસભ્ય સાથે વિરોધનો અવાજ કાઢીને છોડયો છે જે સૂચક છે અને તેથી જ પક્ષના નેતાઓને ફકત ગુપ્તચર રીપોર્ટ પર નહી જવા માટે ‘સલાહ’ મળી છે.
2015 કરતા સારી સ્થિતિ છતા હવે વિચારવું પડશે
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી સમયે જ અચાનક મજબૂત બનતા પાટીદાર અવાજમાં ગત સપ્તાહે ઉમીયાધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓએ સંયુક્ત રીતે શાસન અને વહીવટીતંત્રમાં પાટીદારોની બાદબાકી થતી જાય છે તેવો સૂર ઉચ્ચારીને ભાજપ માટે એક સંદેશો મોકલી આપ્યાનો સંકેત પણ છે. આજથી ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ શરુ થઈ રહ્યું છે અને તેમાં ઉમેદવારોની પસંદગી થનાર છે તે વચ્ચે હવે પાટીદારો નામ પર વિચારણા કરવાની ભાજપને ફરજ પડશે તેવા સંકેત છે.ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ભલે 2015 જેવું ડેમેજ 2021ની ચૂંટણીમાં થઈ શકે તેમ નથી અને તેથી પક્ષે જે રીતે ઉમેદવારોની પેનલ બનાવી છે તેમાં પાટીદારોનો અવાજ જે મજબૂત રીતે રજૂ થાય તેવુ ન હતું તેમાં હવે પુન: વિચારણા કરવી પડશે. પાટીદારો માને છે કે ‘સબ સમાજ કો લીયે સાથ મે’ ના મંત્રને અમલમાં મુકવા જતા ભાજપે પાટીદારોની બાદબાકી કરી છે અને તેથી હવે આજથી જે પાર્લીયામેન્ટ્રી બોર્ડ મળનાર છે તેમાં કેટલીક પેનલો ફેરવીને પાટીદારોને મહત્વ અપાય તેવી શકયતા છે.