કોરોના સંક્રમણ મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો અરજીને લઇ રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું તૈયાર કરાયું છે.આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ 61 પાનાનું સોગંદનામું તૈયાર કર્યું છે.જેમાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજ્ય સરકારનો દાવો,પૂરતા બેડ ઉપલ્બધ હોવાનો રાજ્ય સરકારનો દાવો,અમદાવાદની 142 હોસ્પિટલમાં 6283 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો છે.કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે હાઈકોર્ટની સુઓમોટો અરજી મામલે રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું તૈયાર કરવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ સોંગદનામામાં સરકારના દાવા,રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી અને લોડકાઉન અંગેના નિર્ણય પર જવાબ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ સોગંદનામા અંતર્ગત રેમડિસિવિર,ઓક્સિજન વ્યવસ્થા અંગેનો પણ ઉલ્લેખ,લોકડાઉન માટે સરકારની કોઇ વિચારણાં નહીં,ઓક્સિજનની વ્યવસ્થા અંગે સોગંદનામાં ઉલ્લેખ,RTPCR ટેસ્ટમાં લાગતા સમય અંગે થઇ રહેલા પ્રયાસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવશે.અમદાવાદમાં 900 બેડની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં ઉભી કરશે.મોરબીમાં સાડા પાંચસો બેડની 2 કોવિડ હોસ્પિટલ ઉભી કરશે.રેમડેસિવિર ઇન્જેક્શન સહિત તમામ મુદ્દે રાજ્ય સરકારનો જવાબ રજૂ કર્યો છે.
ઇન્જેક્શનની માંગ ઘટતા ઉત્પાદન ઘટાડ્યું હતું.ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઇન્જેક્શનનો જથ્થો પાંચથી દસ ટકા જેટલો જ ઉત્પાદિત થતો હતો.ઉત્પાદકોના ઉત્પાદન વધારવા માટે તેમજ કેન્દ્ર સરકારને પણ હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે.
રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ ઘટાડા માટે પણ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ એજન્સીને સરકારે રજૂઆત કરી હોવાનો સોગંદનામાંમાં દાવો કરવામાં આવ્યો છે.
રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન મળી રહે એ માટેની વ્યવસ્થા તમામ જિલ્લાઓમાં ઉભી કરાઈ છે.
17 એપ્રિલ સુધી અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટને રાજ્યમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો સો ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે મળશે.ઓક્સિજનનું ઉત્પાદન 900 મેટ્રિક ટનથી વધારી 1100 મેટ્રિક ટન કરવામાં આવ્યું છે.
નાઇટ કર્ફ્યૂ, સ્વયંભૂ લોકડાઉન માટેની અપીલ, 50 ટકા સ્ટાફ સાથે કામગીરીના નિર્ણય, લગ્ન અને મૃત્યુના કિસ્સામાં 50 લોકોની સંખ્યાનો નિર્ણય અને મેળાવડા ઉપર પ્રતિબંધના નિર્ણયની પણ કોર્ટને જાણ કારાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા સોગંદનામામાં વિકેન્ડ કર્ફ્યૂ લાદવાનો કોઈ વિચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.તેમજ લોકડાઉન માટે પણ રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી.