TMC પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે.જેમાં મમતા બેનર્જીની પાર્ટી અત્યાર સુધીમાં 192 બેઠકોની લીડ સાથે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારીમાં છે,જ્યારે ‘અબકી બાર, 200 પાર’ ના નારા લગાવતું ભાજપ 100 બેઠક મેળવી શકે તેમ હાલ લાગી રહ્યું છે.આ સમાચાર લખાય ત્યાં સુધ વલણોમાં ભાજપ 96 બેઠકો પર આગળ છે.જ્યારે નંદીગ્રામ સીટ શુભેન્દુ અધિકારીએ ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીથી આગળ છે.પરંતુ બાબુલ સુપ્રિયો,સ્વપન દાસગુપ્તા અને લોકેકેટ ચેટર્જી જેવા ભાજપના ઘણા દિગ્ગજ લોકો પાછળ છે. 5 રાઉન્ડની મતગણતરી પછી લોકેટ ચેટર્જી 5,844 મતોથી પાછળ છે.
આ દિગ્ગજ ચહેરાઓની સાથે પાર્ટીની નબળા પ્રદર્શન માટે ચોક્કસપણે ભાજપના છાવણીમાં નિરાશા જોવા મળશે.વર્ષ 2016 ની સરખામણીએ ભાજપે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં સરકાર બનાવવાની આશા રાખનારી પાર્ટી માટે આ સંતોષકારક નથી.તેવા સમયે ભાજપની અપેક્ષા કરતાં ઓછી બેઠકો મળવા પાછળ પાંચ મોટા કારણો શું છે તે જાણીએ
મજબૂત સ્થાનિક નેતાનો અભાવ
જોકે ભાજપે પશ્ચિમ બંગાળમાં PM નરેન્દ્ર મોદી,ગૃહ પ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ અનેક રેલીઓ કરી હતી.પણ તેની અસર પરિણામોમાં જોવા ના મળી.રાજકીય નિષ્ણાતો માને છે કે રાજ્યમાં કોઈ મજબૂત ચહેરો નહીં હોવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.ખરેખર,લોકોના મનમાં એ વાત હતી કે પીએમ નરેન્દ્ર મોદી બંગાળના મુખ્યમંત્રી બનવાના નથી.રાજ્યમાં મુખ્યમંત્રી માટે પક્ષ દ્વારા કોઈ ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી.માનવામાં આવે છે કે મમતાની તુલનામાં ભાજપ પાસે કોઇ મજબૂત ચહેરો ન હતો.
ડાબેરીઓની નાબૂદીથી ટીએમસીને લાભ
ભાજપે આ ચુંટણીને સંપૂર્ણપણે દ્વિપક્ષી બનાવી દીધી હતી,પરંતુ આ જ સમીકરણ ભારે પડ્યું હતું.હકીકતમાં ડાબેરીઓ અને કોંગ્રેસના સફાયાના પગલે ભાજપ સાથે સંયુક્ત મત ટીએમસીને પણ મળ્યાં છે.ટીએમસીમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયના મત મળ્યાં છે. આ સમીકરણ ભાજપ માટે ભારે પડ્યું હોય તેમ લાગે છે.ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે તૃણમૂલ કોંગ્રેસે માલદામાં ક્લિન સ્વીપ મળી છે છે,જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતો.
કોરોનાની બીજી લહેર કારણ
પશ્ચિમ બંગાળમાંરાજકીય નિષ્ણાતોના મતે ભાજપને કોરોનાના બીજી લહેરના કારણે ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભા થયા હતા.જો કે, પ્રેસિડેન્સી વાળા વિસ્તાર હતા જ્યાં છેલ્લા ત્રણ રાઉન્ડમાં ચુંટણી હતી.આ વિસ્તારોમાં મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. પ્રેસિડેન્સી માં હાવડા,હુગલી,ઉત્તર અને દક્ષિણ પરગના અને કોલકાતા જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમાં અને માલદા ક્ષેત્રમાં ટીએમસીએ વધુ મત સાથે સફળતા હાંસલ કરી છે.
ટીએમસીના મતદારો એકજુથ રહ્યાં
અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ થાય છે કે ડાબેરી-કોંગ્રેસના મતોને પોતાની તરફ વાળીને ભાજપે સફળતા હાંસલ કરી છે. 2019 ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની 18 બેઠકો જીતેલા ભાજપે આ જ સફળતાનું પુનરાવર્તન કર્યું છે,પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનું લક્ષ્ય પૂર્ણ થાય તેમ લાગતું નથી.પરંતુ ટીએમસીના મતદાતા તેમની સાથે સંકળાયેલા છે.એટલું જ નહીં ભાજપ વિરોધી મતો પણ તેમને એકદમ મળી ગયા છે.
ધ્રુવીકરણના મુદ્દાઓની કોઈ અસર ન થઈ
બંગાળમાં ભાજપને ‘જય શ્રી રામ’ ના નારાને ચૂંટણીનો મુદ્દો બનાવીને ધ્રુવીકરણની મોટી આશા હતી, પરંતુ તે સફળ ન થયું.બંગાળમાં 100 કરતા ઓછી બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે.સ્પષ્ટ છે કે ડાબેરીઓ અને કોંગ્રેસના છૂટાછવાયા વોટના આધારથી તેને મદદ મળી છે પરંતુ ધ્રુવીકરણ થયું નથી.પરિણામે,ટીએમસી તેની સ્થિતિ જાળવવામાં સફળ રહ્યું છે.