ભાજપની નીતિથી હવે તો સંઘના કાર્યકરો પણ કંટાળ્યા : સંઘના જ કાર્યકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપે દબાણ કરી પાછી ખેંચાવડાવી

110

ભાજપની મહત્વની સીટ ગણાતી એવી અમદાવાદની વિધાનસભા બેઠક જમાલપુર-ખાડીયામાં ભાજપ સામે સંઘના જ જુના એક કાર્યકરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપમાં હડકંપ મચી હતી.જો કે ભાજપ દ્વારા સામ દામ વાપરીને સંઘના કાર્યકર પાસેથી ફોર્મ પાછું ખેંચાવડાવી લેવામા આવ્યુ છે.સંઘના આ કાર્યકરની ઉમેદવારી અમદાવાદની તમામ બેઠકોમાં પ્રથમ અને એકમાત્ર હતી.

જમાલપુર-ખાડીયા બેઠક પર 29 ઉમેદવારો

જમાલપુર-ખાડીયા બેઠક પર ભાજપમાંથી ભુષણ ભટ્ટ, કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા તેમજ આપમાં હારુન નાગોરી છે અને એઆઈએમઆઈએમ પક્ષમાંથી સાબીર કાબલીવાલા છે. આ ઉપરાંત અપક્ષ તરીકે અન્ય ઘણા ઉમેદવારો અને અન્ય પાર્ટીના ઉમેદવારો પણ છે.કુલ ૨૯ ફોર્મ આ બેઠકમાં ભરાયા હતા અને જેમાંથી ૨૨ માન્ય થયા છે જ્યારે ચાર રિજેક્ટ થયા છે અને ત્રણ ફોર્મ પાછા ખેંચાયા છે.જે મહત્વનું ફોર્મ પાછુ ખેંચાયુ છે તે છે આરએસએસના જ વર્ષો જુના અને સંનિષ્ઠ કાર્યકર એવા અમરિશ પંચાલનું છે.જેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી નોંધાવ્યાના ૪૮ કલાકમાં જ ફોર્મ પાછું ખેંચી લેવાયું હતું.

ભાજપની શાખનો પણ પ્રશ્ન હતો

મળતી માહિતી મુજબ અમરિશ પંચાલને ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટ મોડી રાત્રે તેઓના ઘરે મળ્યા હતા અને તેઓને ફોર્મ પાછું ખેંચવા માટે ઘણું દબાણ કર્યા બાદ ગઈકાલે બપોરે અમરિશ પંચાલે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું.અમરિશ પંચાલ જો ફોર્મ પાછું ન ખેંચે તો સૌથી વધુ નુકશાન ભાજપના જ ઉમેદવારને થાય તેમ હતું અને ભાજપની શાખનો પણ પ્રશ્ન હતો.

એક વિચારધારા અને એક મત પર જો ચાલીએ તો સારું

અમરિશ પંચાલનું તો કહેવુ છે કે મારે ચૂંટણી લડવી હતી અને મેં ઉમેદવારી પણ નોંધાવી હતી પરંતુ મને કહેવામા આવ્યુ કે એક વિચારધારા અને એક મત પર જો ચાલીએ તો સારું.જેથી મેં ફોર્મ પાછું ખેંચી લીધુ છે. જો કે મળતી માહિતી મુજબ સંઘના કાર્યકરને અગાઉ મકાન ખાલી કરવાની ધમકી મળી હોવાની પણ ચર્ચા સ્થાનિકોમાં છે અને ફોર્મ પરત ન ખેંચાયુ ત્યાં સુધી ભાજપ સમર્થકોએ તેઓનો પીછો છોડયો ન હતો

Share Now