નવી દિલ્હી, તા. 28 જુલાઇ : કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે કોરોના રીલિફ ફંડની જાહેરાત કરી હતી જેને પીએમ કેર ફંડ નામ આપવામાં આવ્યું હતું.જોકે પીએમ કેર ફંડ વિવાદોમાં ફસાઇ ગયું છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઇ છે.આ અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે પીએમ કેર ફંડની બધી જ વિગતો જાહેર કરવામાં આવે.
બીજી તરફ સરકારે આ માહિતી જાહેર કરવાની ના પાડી દીધી છે અને સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે માહિતી જાહેર ન કરી શકાય અને પીએમ કેર ફંડ પણ અતી જરૂરી છે.એક એનજીઓ વતી સુપ્રીમ કોર્ટમાં પીએમ કેર ફંડ મુદ્દે જાણીતા વકીલ દુષ્યંત દવે દ્વારા અરજી કરવામાં આવી હતી.
આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે અમે કોઇનો વ્યક્તિગત વિરોધ નથી કરી રહ્યા, અમારી દલિલ માત્ર એટલી જ છે કે પીએમ કેર ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જે જોગવાઇઓ છે તેની વિરૂદ્ધમાં છે.કેમ કે નેશનલ ડિઝાસ્ટર રીલિફ ફંડનું ઓડિટ કેગ દ્વારા થાય છે તો પછી પીએમ કેર ફંડનું ઓડિટ કરાવવામાં સરકારને શું તકલીફ છે?
સીનિયર વકીલ કપિલ સિબ્બલ પણ એક અરજદાર વતી હાજર રહ્યા હતા અને તેમણે પણ પીએમ કેર ફંડને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા.જ્યારે સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું હતું કે પીએમ કેર ફંડ અને એનડીઆરએફ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એ સરકાર દ્વારા ફાળવાતા બજેટનો ભાગ છે તેથી આ ત્રણેયને એક સરખા ન ગણાવી શકાય.
પીએમ કેર ફંડમાં લોકો સામે ચાલીને દાન કરે છે જ્યારે એનડીઆરએફમાં સરકાર દ્વારા બજેટમાં નાણા ફાળવાતા હોય છે તે ફંડ આધારીત નથી.આ એક પબ્લિક ટ્રસ્ટ છે, આ એક એવી સંસૃથા છે કે જ્યાં તમે સામે ચાલીને કોરોના મહામારી સામે પહોંચી વળવા દાન કરી શકો છો.સુપ્રીમ કોર્ટે બન્નેની દલીલો સાંભળ્યા બાદ મામલાની વધુ સુનાવણી માટે કાર્યવાહી સૃથગિત કરવામાં આવી છે.