મની લોન્ડરિંગના કાયદાના ભંગ બદલ PAYPALને 96 લાખ રૂપિયાનો દંડ

300

– અમેરિકન ઓનલાઇન પેમેન્ટ ગેટ વે પે-પાલ સંકટમાં મૂકાઇ
– મની લોન્ડરિંગના કાયદાઓના ભંગ બદલ કંપનીને 96 લાખ રૂપિયાનો દંડ
– કંપની સામે શંકાસ્પદ નાણાંકીય સોદાઓ છુપાવવાનો આરોપ

નવી દિલ્હી : અમેરિકન ઓનલાઇન પેમેન્ટ ગેટવે પે-પાલ સંકટમાં મુકાઇ છે.હકીકતમાં,ભારતના મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓના કથિત ભંગ બદલ એફઆઇયુએ કંપનીને રૂ.96 લાખનો દંડ ફટકાર્યો છે.કંપની સામે શંકાસ્પદ નાણાંકીય સોદાઓ છુપાવવા અને ભારતની નાણાકીય વ્યવસ્થાના ભંગને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

પે-પાલે જણાવ્યું હતું કે,કંપની ભારતમાં નાણાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં સંપૂર્ણપણે કટિબદ્વ છે અને તે આ બાબતની સમીક્ષા કરશે.કંપની પર મની લોન્ડરિંગ કાયદાની જોગવાઇઓ અને જાહેર હિતોના ભંગનો પણ આરોપ મૂકાયો છે.પીએમએલએ કાયદાનો આશય દેશની નાણાકીય વ્યવસ્થાને આર્થિક ગુનાઓ,આતંકીઓને ફન્ડિંગ અને કાળા નાણાંના સોદાઓથી બચાવવાનો છે.

કંપની દ્વારા કરાયેલા નિયોમના ભંગને ‘ઈરાદાપૂર્વક અને જાણી જોઈને’ કરાયા હોવાનું જણાવતાં નાણામંત્રાલય હેઠળ આવતી સંસ્થા ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ)એ 17મી ડિસેમ્બરે ૨૭ પાનાનો આદેશ આપીને કંપનીને ત્રણ કાઉન્ટ બદલ દોષિત ઠેરવી હતી.એફઆઈયુના ડિરેક્ટર પંકજ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘હું પીએમએલએ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ પે-પાલ પેમેન્ટ્સ દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવતાં કંપનીને રૂ.96 લાખનો દંડ કરું છું.કંપનીએ ઈરાદાપૂર્વક નાણાકીય વ્યવસ્થાના નિયોમોનો ભંગ કર્યો હોવાના પર્યાપ્ત પુરાવા છે,તેથી કંપનીને દંડ કરવાનું પગલું યોગ્ય છે.’

મિશ્રાએ તેમના આદેશમાં નિર્દેશ આપ્યા છે કે કંપનીએ આદેશ મળ્યાના ૪૫ દિવસમાં દંડની રકમ ચૂકવવાની રહેશે અને એફઆઈયુમાં રિપોર્ટિંગ એકમ તરીકે નોંધણી કરાવવાની રહેશે તેમજ એક અઠવાડિયામાં સંપર્ક માટે પ્રિન્સિપાલ ઓફિસર તથા ડિરેક્ટરની નિમણૂક કરવાની રહેશે.

Share Now