કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સેના ઝુંબેશ તેજ થઈ ગઈ છે.તાલિબાને કેટલીય પ્રાંતીય રાજધાનીઓના નિયંત્રણ પર કબજો જમાવી દીધો છે.રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે.આવામાં અફઘાન સરકારે સિવિલ મિલિશિયાને હથિયાર અને ગોળા-બારુદ આપવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અફઘાનને સુરક્ષિત રાખવાના નિર્ણયરૂપે દુશ્મનોના હુમલાની સામે અને જનતાના રક્ષણાર્થે હથિયાર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.અફઘાન સુરક્ષા દળ અને તાલિબાનની વચ્ચે દેશમાં ઉત્તરી પ્રાંત બલ્ખ અને તાખરમાં આઠ ઓગસ્ટથી લડાઈ ચાલી રહી છે.તાલિબાન વર્ષોથી ગ્રામીણ ક્ષેત્રોમાં સક્રિય હતું, પણ હવે એણે શહેરોને નિશાન બનાવ્યાં છે.જનતાના વિદ્રોહના સહયોગથી સુરક્ષા દળોએ આઠ ઓગસ્ટે તાખર પ્રાંતમાં ફરખાર અને વોરસાજ જિલ્લા પર નિયંત્રણ મેળવ્યું હતું.જોકે સુરક્ષા દળો રાજધાની તલુકાનથી પાછાં હટ્યાં હતાં. એનો અર્થ એ થયો કે એક પ્રાંતીય રાજધાની પર તાલિબાને કબજો જમાવ્યો છે.
તાલિબાનનો હવે હેલમંદ પ્રાંતના બધા જિલ્લા પર નિયંત્રણ છે અને રાજધાની લશ્કર ગાહમાં અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ફોર્સીઝથી લડી રહી છે.છ ઓગસ્ટે તાલિબાનના પશ્ચિમી નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ શહેર પર કબજો કરી લીધો હતો.જવ્ઝાન પ્રાંતની રાજધાની શેબારગાં તાલિબાનના કબજામાં જઈ ચૂકી છે. શેબારગાંથી પહેલેથી દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનના નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ પણ તાલિબાની નિયંત્રણમાં ચાલી ગઈ હતી.તાલિબાનના કબજામાં છ પ્રાંતીય રાજધાની છે એ છ પ્રાંતમાં જવ્જાન, સર-એ-પોલ, કુંદુઝ, નિમરોજ, તાખર અને સમાંગનનો સમાવેશ થાય છે.