[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Vadodara

વડોદરા કોંગ્રેસમાં રાજીનામા આપવાનો સિલસિલોય થાવત : પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપ્યું

વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપવાનો સિલસિલો હજી પણ ચાલુ છે.જેમાં વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપ સામે લડીને હારી જનાર પૂર્વક કોર્પોરેટર અનિલ પરમારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ પ્રદેશ કોંગી પ્રમુખને મોકલી આપ્યું છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ અગ્રણીઓ આગામી તા.17મીએ વડાપ્રધાનના જન્મદિનને ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે.શહેર કોંગ્રેસમાંથી રાજીનામાનો આ સીલસીલો હજી પણ ચાલુ રહે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા તેઓને ત્યાં પ્રદેશ પ્રમુખ આવીને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું જેથી સુરેશ પટેલ આગામી તા 17મીએ વિધિવત રીતે કેસરિયો ધારણ કરશે.આવી જ રીતે
Read more

પહેલા મુગલો પછી અંગ્રેજો-કોંગ્રસે રાજ કર્યું,હવે હિંદુરાજ માટે વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે

વડોદરા : વડોદરા કોંગ્રેસના પ્રમુખ રૂત્વિજ જોશીના જન્મદિવસે જ પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે બે લીટીનું રાજીનામું પક્ષ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ઉદ્દેશીને લખવામાં આપ્યું છે.પ્રશાંત પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આગામી 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે હું અને મારા સમર્થકો ભાજપમાં જોડાશું.હાલ વડોદરાના કોંગ્રેસ પ્રમુખ છે રૂત્વિજ જોશી.આજે તેમના જન્મદિવસે જ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પાર્ટીના તમામ પદ-હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.આમ રૂત્વિજ જોશીને પૂર્વ પ્રમુખે બર્થડેની રિટર્ન ગિફ્ટ આપી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.ટુંક સમયમાં પ્રશાંત પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે. સમગ્ર મામલે પ્રશાંત પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મેં
Read more

વડોદરામાં યુવા કોર્પોરેટર શૈલેષ પાટીલના શિરે દંડકનો તાજ

વડોદરામાં પાલિકાના મેયર સહિતના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે.જેમાં સવારે મેયર,ડે.મેયર,સાશક પક્ષના નેતા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે.અને દંડકના નામની પસંદગી થોડાક સમય માટે મુલતવી રાખવામાં આવી છે.ત્યારે મોડે મોડે પરંતુ લોકપ્રિય કોર્પોરેટર શૈલેષ પાટીલની દંડક પદે જાહેરાત કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં આજે પાલિકામાં નવા બોર્ડ એટલેકે પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાંં આવી છે.જે આગામી અઢી વર્ષ સુધી પાલિકાનું તંત્ર સંભાળશે.આગામી અઢી વર્ષ સુધી શહેરના મેયર તરીકેનું સુકાન પિંકી બેન ને સોંપવામાંં આવ્યું છે.આ સાથે જ પાલિકાના મહત્વના પદ પર અન્ય પદાધિકારીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ ડે.મેયર
Read more

વડોદરાના સાવલી પોલીસ મથકના PSI રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

– દારૂના કેસમાં રૂ. 35 હજારની લાંચ માગી – ડી.એમ. વાસદીયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા વડોદરા : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને લઈ એસીબીની ટીમ સક્રિય થઈ ગઈ છે.અને લાંચિયા અધિકારીઓ પર બાજ નજર રાખીને બેસી છે.હાલના સમયમાં પોલીસ કર્મચારીઓ લોકોને ખોટા કેસમાં ફસાવીને પૈસા પડાવવાની ફીરાતમાં રહેતા હોય છે.ત્યારે આવો જ એક લાંચિયો અધિકારી એસીબીની ટીમના હાથે લાગ્યો હોવાનું સામે આવ્યું છે.જેમાં વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સાવલી પોલીસ મથકમાં જ રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ તંત્રમાં
Read more

પંચમહાલ ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા

– મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી લાંચની માંગણી કરી – રૂ.30,000 સ્વીકારતા એસીબીના છટકામાં પકડાઇ ગયા – પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકા ફસાયા ગુજરાતમાં પંચમહાલના ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા છે.જેમાં ફાયર અધિકારી રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા છે.ફાયર એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરી હતી.જેમાં મહિસાગર એસીબી છટકામાં અધિકારી આબાદ ઝડપાયા છે.તેમાં મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી. પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકા ફસાયા પંચમહાલના ફાયર અધિકારી અને મહીસાગર જિલ્લામાં ઇન્ચાર્જ વિભાગીય ફાયર અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં રૂ.30,000 ની લાંચ
Read more

વડોદરા ભાજપના કાર્યકરની ઘાતકી હત્યા કેસમાં આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરામાં ભાજપના કાર્યકરની ઘાતકી હત્યાનો વિડીયો ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આજે આ ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વિવિધ મુદ્દાઓને લઇને પોલીસ ઝીણવટભરી તપાસ કરશે. અગાઉ વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલી માથાકુટ બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેસ ઠક્કરની ઘાતકી માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય પ્રિતેસ ઠક્કર સીરીયસ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ
Read more

ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં દબદબો ધરાવતી મહારાષ્ટ્રની ખુંખાર “રાવણ ગેંગ” નો સાગરીત વડોદરાથી ઝડપાયો

– રાવણ ગેંગના 12 સાગરીતોએ ભેગા મળી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપ્યો હતો. વડોદરા : અંડરવર્લ્ડ અને ગુનાખોરી પર અનેક હિન્દી ફિલ્મો બનેલી છે.જે આપણે નિહાળી છે,મહારાષ્ટ્રમાં કંઇ રીતે ગેંગ ઓપરેટ કરવામાં આવે છે અને બીજી ગેંગ સામે અથવા તો વિસ્તારમાં પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે ગુનાખોરી આચરતા હોય છે.આજે પણ મહારાષ્ટ્રમાં આવી અનેક નાની મોટી ગેંગ સક્રિય છે અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપી રહીં છે.આવી જ એક મહારાષ્ટ્રના પૂણેની રાવણ ગેંગના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઇમાં એક શખ્સની હત્યા કરી,જેમાંનો એક ખુંખાર આરોપી છેલ્લા દોઢ મહિનાથી વડોદરામાં સંતાયેલો હતો.જેને બાતમીના આધારે મકરપુરા પોલીસે ઝડપી પાડી પૂણે પોલીસને હવાલે કર્યો છે. વાત છે,
Read more

ગોત્રી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ : બુટલેગર અલ્પુ સિંધીએ કોર્ટ પરિસરમાં રાજુ ભટ્ટ પાસે રૂ.1.05 કરોડની ખંડણી માંગી !

– સરકાર તરફે અલ્પુ સિંધી દ્વારા ગુજારવામાં આવેલ અરજી સરકારી વકીલે પરત ખેંચી વડોદરા,તા.11 જુલાઈ 2023,મંગળવાર : વડોદરાના ચકચારી દુષ્કર્મમાં કેસમાં સીએ અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી રાજુ ભટ્ટને જેલમુક્તનો આદેશ પણ કર્યો છે.ત્યારે હવે આ કેસમાં અલ્પુ સિંધીએ ન્યાયિક હિરાસત દરમિયાન કોર્ટ પરિસરમાં રાજુ ભટ્ટ પાસે ખંડણી પેટે 1.5 કરોડની માંગણી કરી હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઈ છે.તો બીજી તરફ સરકાર તરફે અલ્પુ સિંધી દ્વારા ગુજારવામાં આવેલ અરજી સરકારી વકીલે પરત ખેંચી હોવાની વિગતો સપાટી પર આવી છે. મળતી વિગતો અનુસાર, આરોપી પક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ સાક્ષી
Read more

વડોદરા : CR પાટીલને કહ્યા ગુજરાતના મુખ્યમંત્રી, સાંસદે ખરો ભાંગરો વાટ્યો : જુઓ વિડિઓ

વડોદરા : વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં આવેલા સાંસદ દ્વારા એવો ભાંગરો વાટવામાં આવ્યો હતો કે સાંસદ સિવાયના મોટાભાગનાઓએ દાંતમાં જીભ દબાવી દીધી હતી.જોકે સાંસદ પણ શું કરે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી તરીકે અને સરકારી કામગીરીને લઈને સી આર પાટીલની દખલગીરીની ચર્ચાઓ ચાલી હતી,જોકે આ મામલામાં ખુદ સી આર પાટીલ પણ ખુલાસો કરી ચુક્યા છે કે તેઓ ક્યારેય સરકારના કામમાં દખલ કરતા નથી.તેમને સુપર સીએમ કહેવડાવવામાં કોઈ રસ નથી.છતાં વધુ એક વખત આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પણ આ વખતે તેનું કારણ સી આર પાટીલ નહીં પણ વડોદરામાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પાટણના સાસંદ બન્યા છે. જે.પી નડ્ડા સાથે બેઠકમાં
Read more

વડોદરા : પોલીસ કમિશનર સામે આંદોલનની MLAની ધમકી બાદ આખરે પોલીસ ફરિયાદ

વડોદરાના રણોલી વિસ્તારમાં દલિત યુવક ઉપર અત્યાચારના બનેલા બનાવવામાં કોંગ્રેસના ધારાસભ્યની ધમકી બાદ આખરે જવાહર નગર પોલીસે ત્રણ યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.રણોલીમાં રહેતા દલિત યુવકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તેના ઘરે જઈ માતાને પણ ધોલધાપટ કરવામાં આવી હતી.જે બનાવો અંગે જવાહર નગર પોલીસે દલિત મહિલાની ફરિયાદ લેવાને બદલે તેમને ધમકાવતા કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત આગેવાને પોલીસ કમિશનર સામે આંદોલન કરવાની ચીમકી આપી હતી. આખરે આજે કોંગ્રેસના આગેવાનો આંદોલન ચાલુ કરે તે પહેલા ગઈ મોડી રાતે જવાહર નગર પોલીસે દલિત મહિલાની ફરિયાદ નોંધી જય પટેલ,જલા પટેલ અને જલા પટેલના સાળા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Read more
1 2 3 40

Most Read