– આર્યન ખાનની જામીન અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે, તેના પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ નહોતું મળી આવ્યું અને આરોપીઓ સાથે તેની કોઈ જ મિલિભગત નહોતી
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 13 ઓક્ટોબર એટલે કે, બુધવાર સુધી આર્થર રોડ જેલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં રહેવું પડશે.બુધવારે બપોરે 2:45 કલાકે આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.શુક્રવારે જામીન અરજી રદ થઈ ત્યાર બાદ આર્યન ખાન તરફથી એક નવી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.જોકે હવે આ કેસની સુનાવણી 13 ઓક્ટોબરના રોજ વિશેષ એનડીપીએસ કોર્ટમાં થશે.એનસીબીએ પણ જવાબ આપવા માટે સમયની માગણી કરી છે.
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું કે, આ ખૂબ જ સ્વાભાવિક છે કે, કોર્ટ જામીન અરજી નકારી દે.આના વિરૂદ્ધ અમે હાઈ કોર્ટમાં જઈશું.અમે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.આર્યન ખાનની જામીન અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે, તેના પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ નહોતું મળી આવ્યું અને આરોપીઓ સાથે તેની કોઈ જ મિલિભગત નહોતી.સાથે જ એ વાતનો પણ કોઈ પુરાવો નથી મળ્યો કે આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હતું.
શુક્રવારે મેજિસ્ટ્રેટે એ આધાર પર જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો કે, એસ્પ્લેનેડ કોર્ટ પાસે તેની અરજી સાંભળવાનો કોઈ જ અધિકાર નથી.આ કેસમાં એવો આરોપી પણ સામેલ છે જેને 3 વર્ષ કરતા વધારે સમય માટેની જેલની સજા થઈ શકે છે માટે આ કેસ વિશેષ એનડીપીએસ દ્વારા વિચારણીય બની જાય છે માટે આ પ્રકારની જામીન અરજી પર વિચાર કરવો યોગ્ય રહેશે.