– રોયલ્ટી અને લાઇસન્સ ફી ન બતાવીને કંપનીએ કસ્ટમ્સ ડયુટી ન ચૂકવી
– શાઓમી પાસેથી પહેલી એપ્રિલ 2017થી 30 જુન 2020 સુધીના સમયગાળા માટેની આયાત પર વેરા વસૂલાતની નોટિસ
નવી દિલ્હી : ચાઇનીઝ ફોન ઉત્પાદક શાઓમીએના ભારતીય એકમને આયાત જકાતની ચોરી બદલ ૬૫૩ કરોડની ચૂકવણીની નોટિસ પાઠવવામાં આવી છે.શાઓમીની વિવિધ ઓફિસો પર પાડવામાં આવેલા દરોડા અને હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાન પછી આ નોટિસ પાઠવવામાં આવી છે.તેણે આ દસ્તાવેજોમાં રોયલ્ટી અને લાઇસન્સ ફીની ચૂકવણી યુએસ અને ચાઇનીઝ કંપનીઓને કરી હોવાનું બતાવ્યું હતું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવા નિર્દેશ કરે છે કે શાઓમી ઇન્ડિયા કે તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકોએ તેમણે ચૂકવેલી દર્શાવેલી રોયલ્ટીનો કંપની દ્વારા આયાત કરવામાં આવતી માલસામગ્રીના મૂલ્યમાં અને કોન્ટ્રાક્ટ ઉત્પાદકોના મૂલ્યમાં સમાવેશ કરાયો ન હતો.આ પ્રકારના પગલાને કસ્ટમ્સના કાયદાનો ભંગ કહેવાય.આમ સોદાકીય મૂલ્યમાં રોયલ્ટી અને લાઇસન્સ ફી ન ઉમેરીને શાઓમીએ કસ્ટમ્સ ડયુટીની ચોરી કરી છે.તેઓ આ પ્રકારે આયાત થતા મોબાઇલ ફોન્સ, તેના પાર્ટ્સ અને ઉપકરણોના લાભાર્થી હતા.ડીઆરઆઇની તપાસ પૂરી થયા પછી ત્રણ કારણદર્શક નોટિસ શાઓમીને પાઠવવામાં આવી છે.તેમા તેની પાસેથી પહેલી એપ્રિલ ૨૦૧૭થી ૩૦ જુન ૨૦૨૦ સુધીના સમયગાળા માટેની ૬૫૩ કરોડની બાકી નીકળતી ડયુટી વસૂલવાની માંગ કંપની પાસે કરવામાં આવી છે.તપાસ દરમિયાન વદુમાં જણાવયું હતું કે શાઓમી ઇન્ડિયાએ અમેરિકાની ક્વોલકોમ અને બૈજિંગની શાઓમી મોબાઇલ સોફ્ટવેર કંપની લિમિટેડની ચૂકવેલી રોયલ્ટીને પણ કંપની દ્વારા આયાત કરવામાં આવેલી સામગ્રીના મૂલ્ય અને તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકોના મૂલ્યમાં ઉમેરાઈ ન હતી.
ડીઆરઆઇના અધિકારીઓને બાતમી મળી હતી કે શાઓમી અંડરવેલ્યુએશન દ્વારા કસ્ટમ્સ ડયુટી ચૂકવી રહી નથી.તેના પગલે આ તપાસ શરૂ કરવામાં આવી હતી.આ અંગે શાઓમી ઇન્ડિયાના જવાબદાર હોદ્દેદાર અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરોના નિવેદન નોંધવા