By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉર્જા કૌભાંડ : સુરત ક્રાઈમ બ્રાન્ચના અરવલ્લી-સાબરકાંઠામાં ધામા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ઉર્જા કૌભાંડ : સુરત ક્રાઈમ બ્રાન્ચના અરવલ્લી-સાબરકાંઠામાં ધામા
GeneralNorth Gujarat

ઉર્જા કૌભાંડ : સુરત ક્રાઈમ બ્રાન્ચના અરવલ્લી-સાબરકાંઠામાં ધામા

HM News
Last updated: 25/07/2023 8:22 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

અરવલ્લી : ઊર્જા વિભાગમાં વિદ્યુત સહાયકની ભરતીમાં ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો.જે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી કેટલાક એજન્ટનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.ત્યારે ચર્ચા પણ થઈ રહી છે કે, પોલીસ પાસે 44 જેટલા ગેરકાયદેસર નોકરી મેળવનારા કર્મીઓનું લિસ્ટ છે અને મોડાસા-હિંમતનગર રોડ પરની એક વીજ કચેરીમાંથી એક શકમંદ કર્મીની પણ અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.ઉર્જા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થતા અનેક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી 15 થી 20 લાખ રૂપિયા ખંખેરી ગેરકાયદેસર રીતે નોકરીમાં પાસ કરાવી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે.આ કૌભાંડમાં મોડાસાના નિવૃત્ત ઇજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી રીતે તપાસ હાથધરી છે.આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે સાંજના મોડાસા UGVCL કચેરી અને ગ્રામ્ય UGVCL કચેરીમાં પહોંચી હતી અને 8 જેટલા શકમંદ કર્મચારીઓની નોકરી અંગે માહિતી મેળવી તેમના નામ સરનામાં,સંપર્ક નંબર અને અન્ય વિગતો મેળવી રવાના થઈ હતી.જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ત્યારે અગાઉથી 8 જેટલા કર્મીઓ ગેરહાજર રહ્યા હતા.

શું છે ભરતી પરીક્ષા કૌભાંડ?

વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL,મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (એમજીવીસીએલ),પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (પીજીવીસીએલ) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (યુજીવીસીએલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (જીએસઈસીએલ)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી.અમદાવાદ – વડોદરા અને રાજકોટ સહિત સુરતમાં આ અંગે વિવિધ સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવા માટે એજન્ટોના મેળાપીપણામાં આખે આખી ટોળકી સક્રિય બની હતી.

આ ટોળકી દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિકોથી માંડીને કોમ્પ્યુટરના લેબ ઈન્ચાર્જને પણ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા.જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા.આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું.જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ આ મામલે મીડિયાને માહિતી આપી હતી.

ગુજરાતના ડે. કલેક્ટર કક્ષાના 77 અધિકારીઓને મળ્યું પ્રમોશન
કોણ છે પુતિનની ગર્લફ્રેન્ડ? અબજો રૂપિયાની સંપત્તિને લઇ ચર્ચામાં
PMએ જોર્ડન સ્થાપનાની 100મી વર્ષગાંઠે કિંગ અબ્દુલ્લા IIને અભિનંદન પાઠવ્યા
પનામા પેપર્સ ઇન્વેસ્ટિગેશનમાં રૂા.20000 હજાર કરોડના લાભાર્થી ઓળખાયા
સુરત સ્થિત આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ, પાંચ કોરોના દર્દીઓના થયા મોત
Share This Article
Facebook Email Print
Previous Article ગુજસીટોકના ગુનામાં કુખ્યાત મનીયા ડુક્કરની ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ
Next Article દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચા મહામંત્રી દારૂની હેરાફેરી કરતા પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up