અખંડ હરિનામ સંકીર્તન સાથે વિવિધ કાર્યક્રમ યોજાશે
સુરત, તા.૨૨
શહેરના અમૃતનાથ સત્સંગ મંડળ દ્વારા વેડરોડ પર શ્રી ક્ષેત્ર દત્ત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું રવિવારે આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી પદ્મનાભ સ્વામી શિષ્ય સંપ્રદાય અમૃતનાથ સત્સંગ મંડળ દ્વારા અખંડ હરિનામ સંકીર્તન સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શહેરના અમૃતનાથ સત્સંગ મંડળ દ્વારા વેડરોડ પર શ્રી દત્ત ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મંડળના અધ્યક્ષ રત્નાકર મોરેએ જણાવ્યું હતું કે શ્રી ક્ષેત્ર દત્ત ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો રહેશે. ૨૫ ફેબ્રુઆરી રવિવારે આયોજિત મહોત્સવમાં રવિવારે પાલખીયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થશે. પાલખીયાત્રા અક્ષરવાડીના દત્ત મંદિરથી નીકળી અખંડ આનંદ કોલેજ થઈને વિવિધ વિસ્તારોમાં ફરી પરત આવશે. બપોરે ૧ કલાકે મંદિરના ઉદ્ઘાટન મહોત્સવનો જનાર્દન સ્વામી સંસ્થાના એકનાથ વાડેકર મહારાજના હસ્તે પ્રારંભ થશે. બપોરે ૧.૩૦ કલાકથી મહાપ્રસાદી અપાશે. સાંજે ૪ થી ૫ ભગવાનને અભિષેક કરાશે. રાતે કિરણકુંભારમહારાજનું કિર્તન અને હરિજાગરણ સવારે ૪ કલાક સુધી ચાલશે. ૨૪મીએ સવારે ગણેશપૂજા, વાસ્તુપૂજા અને માતૃકા સ્તાપન સાથે મુખ્ય મહોત્સવનો પ્રારંભ કરાશે. બપોરે ૧ થી ૩ મહાપ્રસાદી અપાશે. સાંજે ૬ કલાકે સત્કાર સમારોહ અને સાંજે ૭ કલાકે આરતી રાત્રે ૮ કલાકે મહાપ્રસાદી અને કીર્તન સાથે જાગરણ કરાશે. ૨૫મીએ સવારે ૪ કલાકે કાકડ આરતી, ધ્વજારોહણ અને વિષ્ણુપૂજા સાથે પ્રારંભ થશે.
કાલે વેડરોડ પર શ્રી દત્ત મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ
Leave a Comment