ગાંધીનગરઃ કોંગ્રસના અમદાવાદના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે,તેઓની તબિયત સારી ન હતી, શરદી અને તાવ હતો,કોરોનાનો રિપોર્ટ લેબોરેટરીમાં પેન્ડિંગ હતો તેમ છંતા તેઓ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળ્યાં હતા, આ બેઠકમાં ડે.સીએમ નીતિન પટેલ,ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા,ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય શૈલેષ પરમાર પણ હાજર હતા, જેથી સીએમ વિજય રૂપાણી આજથી તેમના બંગલામાં હોમ ક્વોરોન્ટાઇન થયા છે,તેઓ કોઇને મળશે નહીં,ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર પણ હોમ ક્વોરોન્ટાઇ થયા છે.
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું છે કે ઇમરાન ખેડાવાલા પ્રત્યે અમને સહાનુભૂતિ છે પરંતુ તેઓ બિમાર હોવા છંતા બધાન મળ્યાં છે,જેથી સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓની ચિંતા વધી ગઇ છે,આવી બેદરકારી અયોગ્ય છે,ઇમરાન ખેડાવાલા જ્યારે સીએમને મળ્યાં હતા ત્યારે તેમને મોઢા પરથી માસ્ક પણ દૂર કર્યું હતુ, તેઓ જીડીપી શિવાનંદ ઝા અને ચીફ સેક્રેટરી અનિલ મુકીનને મળ્યાં હતા,પત્રકાર પરિષદમાં કેટલાક પત્રકારોને મળ્યાં હતા, જેથી તેઓ જે લોકોને મળ્યાં છે,તે બધાએ સાવચેત થવાની જરૂર છે.તાત્કાલિક મેડિકલ સારવાર લેવી જોઇએ અને ક્વોરોન્ટાઇન થવું જોઇએ.