નવી દિલ્હી, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
શુક્રવારે ભારતીય બજારોની સ્થિતિ રહી તેનાથી ઘણું વધારે નુંકસાન વૈશ્વિક બજારોના રોકાણકારોને થયું. બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર કોરોના વાયરસના લીધે આવેલી આ સ્થિતીના લીધે દુનિયાના 500 અરબપતિઓને 444 બિલિયન ડોલર એટલે કે 32 લાખ કરોડનું નુંકસાન થયું છે.
ખાસ વાત તો એ છે કે દુનિયાના ત્રણ સૌથી અમીર લોકોને 30 બિલિયનનું નુંકસાન થયું છે. રિપોર્ટ અનુસાર 2008માં આવેલી આર્થિક મંદી બાદ વૈશ્વિક શેર બજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે સમયે ઈક્વિટી શેર માર્કેટમાં 6 ટ્રિલિયન ડૉલરનું નુંકસાન જોવા મળ્યું. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસના લીધે આવેલા આ ઘટાડાને કારણે દુનિયાના અરબપતિઓને આ મહિનાના ગત સપ્તાહના કામાયેલા નફાને એક અઠવાડિયામાં ગુમાવી દીધો. આ વર્ષની શરૂઆતથી લઈને ગત સપ્તાહ સુધી દુનિયાના 500 અરબપતિઓએ 78 બિલિયન ડૉલરનો નફો કમાયો હતો.
દુનિયાના ત્રણ સૌથી અમીર લોકોની વાત કરવામાં આવે તો એમેઝોનના માલિક જેફ બેજોસ, માઇક્રોસોફ્ટના ફાઉંડર બિલ ગેટ્સ અને એલવીએમએચના ચેરમેન બર્નાડ અર્નાલ્ટને સૌથી વધારે નુંકસાન વેઠવું પડ્યું છે. ત્રણેયને કુલ મળીને 30 બિલિયન ડૉલરનું નુંકસાન માત્ર એક અઠવાડિયામાં ઉઠાવ્યું છે.
બ્લૂમબર્ગ વેલ્થ રેંકિંગમાં 80% અરબપતિઓની સંપતિ આ વર્ષે લાલ નિશાન પર આવી ગઈ છે. તેનું કારણ માત્ર કોરોના વાયરસ જ નથી પરંતુ અન્ય વૈશ્વિક પરિસ્થિતિ પણ છે. કાર્નિવલ કોર્પોરેશનના ચેરમેન મિકી એરિસનને આ અઠવાડિયે એક બિલિયન ડૉલરનું નુંકસાન વેઠવું પડ્યું છે.