રાજ્યમાં કોરોનાના નવા 105 કેસ નોંધાયા છે (CORONA)આરોગ્ય સચિવનું નિવેદન રાજ્યમાં કુલ (CORONA)પોઝિટીવ આંકડો 871 પર પહોંચ્યો છે.કુલ 20 હજાર 24 ટેસ્ટ અત્યાર સુધીમાં કરાયા.અમદાવાદમાં જમાલપુર,જુહાપુરામાં સૌથી વધારે કેસ નોંધાયા છે.કાલે રાતથી આજે સવાર સુધી નવા કુલ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 42 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં 42 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 35,વડોદરામાં 6,રાજકોટમાં 3,બનાસકાંઠામાં 4,આણંદમાં 8 ,નર્મદામાં 4 અને ગાંધીનગર,ખેડા, પંચમહાલમાં એક એક નવા કેસો નોંધાયા છે.અત્યાર સુધી કુલ 871 કેસ નોંધાયા છે. જેમાં વેન્ટિલેટર ઉપર 5 લોકો છે અને 767 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે.અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે. કુલ 20 હજાર 24 ટેસ્ટ અત્યાર સુધીમાં કરાયા છે.
અમદાવાદમાં આંકડો 492 પર પહોંચ્યો
જ્યારે અમદાવાદમાં જમાલપુર,જુહાપુરામાં સૌથી વધારે કેસ છે.જ્યારે મણિનગર મેઘાણીનગરમાં પણ નવા કેસ નોંધાયા છે.જંયતિ રવી એ વધુમાં જણાવ્યું કે 10 લાખે 267 ટેસ્ટ થયા છે.અમદાવાદમાં આંકડો 492 પર પહોંચ્યો છે,સુરતમાં આંકડો 86 પર પહોંચ્યો,વડોદરામાં આંકડો 127 પર પહોંચ્યો,રાજકોટમાં આંકડો 27 પર પહોંચ્યો છે.સૌથી ચિંતાજનક આંકડો અમદાવાદ શહેરનો છે.અમદાવાદમાં કોરોનાનો ભરડો વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે.
કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા
કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે અમદાવાદ, કચ્છ અને બોટાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.જે નવા 105 કેસ સામે આવ્યા છે.નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 871 પર પહોંચી છે.
રાજ્યમાં કોરોનાના નવા 105 કેસ નોંધાયા
871 કુલ કેસ રાજ્યમાં
64 લોકોને ડિસ્ચાર્જ કરાયા
42 અમદાવાદમાં સૌથી વધુ
3 લોકોના આજે મોત થયા
2971 કોરોનાના 24 કલાકમાં ટેસ્ટ કરાયા
10 લાખે 271 ટેસ્ટ થયા
સુરતમાં 35 નવા કેસ
બોટાદ જિલ્લામાં નોંધાયેલા પ્રથમ કોરોનાના (corona) પોઝિટીવ દર્દીનું મોડીરાતે નિધન થયુ છે.આમ બોટાદ જિલ્લામં કોરોનાથી પ્રથમ મૃત્યુ નોધાયુ છે. ગઈકાલે બોટાદના 80 વર્ષિય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.(corona) તેમને સાળંગપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જોકે રાત્રિ દરમિયાન વૃદ્ધની હાલત બગડી હતી અને તબીબોની અથાગ મહેનત બાદ પણ વૃદ્ધનું મોત થયુ છે.
મહત્વનાં મુદ્દાઓ
બોટાદમાં કોરોના ના કારણે થયું પ્રથમ મોત
ગઈકાલે બોટાદના 80 વર્ષના વૃદ્ધ નો રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ
રિપોર્ટ પોઝીટીવ આવતા વૃદ્ધ ને સાળંગપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા
રાત્રી દરમિયાન વૃદ્ધ ની હાલત બગડી હતી
ડોકટરોની અથાગ મહેનત બાદ પણ વૃદ્ધ નું થયું મોત
ગુજરાતમાં આજે કોરોનાના 105 નવા કેસ નોંધાયા, 3 લોકોના મોત થયાં
કોરોના વાયરસે ગુજરાતની ચિંતા વધારી દીધી છે.કૂદકેને ભૂચકે કોરોના પોઝિટિવના કેસ વધતા જઈ રહ્યા છે.આજના કેસ ઉમેરતમાં ગુજરાતમાં કુલ 871 કેસ પોઝિટિવ નોંધાયા છે.જેમાંથી 776 લોકો સ્ટેબલ છે જ્યારે 5 લોકો વેન્ટિલેટર પર છે.સારી બાબત એ છે કે અત્યાર સુધીમાં 64 લોકો સાજા થઈને ઘરે જતા રહ્યા છે.અમદાવાદ,સુરત,વડોદરા,ભાવનગરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે જે ચિંતાજનક બાબત છે.
આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે અત્યાર સુધીમાં આપણે 20204 જેટલા ટેસ્ટ કર્યા છે, અને તે પૈકી ગત 24 કલાકમાં 2971 ટેસ્ટ કર્યા છે. અને તેમાંથી 177 પોઝિટિવ આવ્યા છે અને બાકીના બધા નેગેટિવ છે.