ચીખલી : ખેલ મહાકુંભમાં રૂમલાના બરડીપાડા પ્રાથમિક શાળાની અંડર-૧૪ ખો-ખીની ભાઈઓ બહેનોની બંને ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન થતા શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.
કાંગવઇ હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભની ખો-ખો ની સ્પર્ધા યોજાતા જેમાં રૂમલાની બરડીપાડા પ્રાથમિક શાળાની અંડર-૧૪ ખો-ખો ની ભાઈઓ અને બહેનોની ટીમે ભાગ લીધો હતો.આ બંને ટીમો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ચેમ્પિયન થતા હવે જિલ્લાકક્ષાએ ભાગ લેશે. આ ઉપરાંત ૬૦૦-મીટર દોડમાં ધ્રુવ ચેતનભાઈ પટેલે પણ બીજો ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.વિજેતા ટીમોને શાળાના આચાર્ય પંકજભાઈ,કોચ ચેતનભાઈ,જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઈ પાડવી,ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ ગાવિત, એસએમસી અધ્યક્ષ ગુલાબભાઈ,તાલુકા સંઘના મહામંત્રી નીતિનભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.