અત્યારે આખી દુનિયામાં લગભગ 1, 46, 000થી વધુ લોકોના જીવ કોરોનના કારણે ગયા છે.ત્યારે કોરોના વાયરસ માટે યુ.એસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણાં લોકો ચીનને જવાબદાર ઠેરવી ચૂકયા છે.ત્યારે બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરનારા વકીલ આશિષ સોહાનીએ સોશિયલ મીડિયામાં ચીન વિરોધી મેસેજ ફોરવર્ડ કરવાથી એક કદમ આગળ જતાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ગયા છે.
કર્યો આટલા લાખ કરોડનો દાવો
કોરોના વાયરસ ફેલાવવા માટે તેમણે ચીનની વિરુદ્ધ અરજી દાખલ કરતાં 2.5 ટ્રિલયન ડોલર એટલે કે 1.90 લાખ કરોડ રૂપિયાની માંગ કરી છે.ત્યારે આ અરજીના જવાબમાં કોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.મહત્વનું છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એક ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યૂનલ છે.જેમાં અંતરરાષ્ટ્રીય અપરાધ, માનવતા વિરૂદ્ધનો અપરાધ, નરસંહાર, યુદ્ધ અપરાધથી જોડાયેલા કેસની સુનવણી માટેનું ન્યાય ક્ષેત્ર છે.