જુવેનાઈલ જસ્ટીસ એકટમાં ફેરફારો કરાશે,જઘન્ય અપરાધની શ્રેણીને ફરીથી વર્ગીકૃત કરાશે
ન્યુ દિલ્હી,તા.૨૨
આવતા દિવસોમાં જઘન્ય અપરાધમાં સામેલ થવા પર સગીર પર એડલ્ટ એટલે કે પુખ્તવયના લોકોની જેમ કેસ ચલાવી શકાશે. આ માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકાર ઝુવેનાઈલ જસ્ટીસ એકટમાં ફેરફાર કરવામાં આવશે. ફેરફારમાં જઘન્ય અપરાધની શ્રેણીને ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પ્રધાનોની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી. અત્રે એ નોંધનીય છે કે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટની સાથે સાથે સામાન્ય જનતા વચ્ચે પણ એ મુદ્દો ઉઠતો રહ્યો છે કે કાયદામાં ફેરફારની જરૂર છે.
આ મીટીંગમાં કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ, મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, વિદેશમંત્રી એસ. રવિશંકર, હરસિમરતસિંહ બાદલ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સામેલ હતા. પ્રધાનોની આ બેઠક સુપ્રીમ કોર્ટના એક નિર્દેશ બાદ મળી હતી. જાન્યુઆરી ૨૦૨૦ના નિર્દેશમાં કોર્ટે કેન્દ્રને કહ્યુ હતુ કે વહેલામાં વહેલી તકે જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ની ખામીઓને દૂર કરવામાં આવે.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે જે ક્રાઈમ રેપ, મર્ડર કે ત્રાસવાદની શ્રેણીમાં નથી આવતા પરંતુ તેમા સજા ૭ વર્ષ કે તેથી વધુ છે તેની શ્રેણી નક્કી કરવામાં આવે. સૂચન થયુ હતુ કે તેને પણ ગંભીર ક્રાઈમ શ્રેણીમાં રાખવામાં આવે. અત્રે નોંધનીય છે કે જે.જે. એકટ ૨૦૧૫ અનુસાર જઘન્ય અપરાધ એ છે જેમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષ છે. મીટીંગમાં એ બાબતે પણ ચર્ચા થઈ હતી કે જઘન્ય અપરાધોમાં સગીરોની સામેલગીરી વધી છે.
આવા અનેક કેસો સામે આવે છે. જ્યારે મોટા ક્રાઈમમા સામેલ શખ્સ સગીર બહાર આવતો હોય છે. એવામાં કાયદાના હાથ બંધાઈ જતા હોય છે. નિર્ભયા રેપ કેસમાં પણ આવુ જ હતું. સૌથી વધુ બર્બરતા આચરનાર જ સગીર નિકળ્યો હતો પછી બાળ સુધાર ગૃહની સજા પુરી થયા બાદ તેને છોડવો પડયો હતો. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે.
જઘન્ય અપરાધમાં સામેલ સગીર પર પુખ્તવયના લોકોની જેમ જ કેસ ચાલશે..!
Leave a Comment