અમદાવાદ,તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઇપણ પ્રકારની અછત ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં રોડ ક્લિન કરી દેવામાં આવ્યા છે. ત્યારે દિવાલો પર પણ ટ્રમ્પ અને મોદીના ચિત્રો દોરવામાં આવ્યા છે. વહેલી સવારે એરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયા છે. તે સિવાય અન્ય અલગ-અલગ કલરના ફ્લેગ પણ રોડ પર જોવા મળ્યા છે.
ટ્રમ્પ અને મેલેનિયાના ભારત પ્રવાસના સમાચાર બાદથી જ દિલ્હી અને અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. અમદાવાદમાં રસ્તાઓ તેમજ ફૂટપાટ સહિતની કામગીરી ઝડપથી શરૂ કરાઈ દેવાઈ હતી. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રોડ શોથી લઈને આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થામાં કોઇપણ કમી રાખવામાં આવી નથી. તેમજ સુરક્ષા અધિકારીઓ માટે પણ પાણી તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે.
ટ્રમ્પનાં આગમનને પગલે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ભારત-અમેરિકાના રાષ્ટ્રધ્વજ લહેરાયા
Leave a Comment