અમદાવાદ,તા.૨૩
જયારે ટ્રમ્પ અને પીએમ મોદીના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષ નેતા અજુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ટ્રમ્પને સાચું અમદાવાદ બતાવવું જોઈએ. ના કે ખોટો ભપકો બતાવવો જોઈએ.
સાથે જ ટ્રમ્પના સ્વાગત માટે જે સમિતિ બનાવવામાં આવી તેના પર પણ સવાલો કર્યા છે. તેમજ ટ્રમ્પની મુલાકાતથી ગુજરાતને શું ફાયદો થશે તે વિષે પણ સરકાર મુંઝવણમાં છે. અને કંઈ જણાવી રહી નથી કે ટ્રમ્પના પ્રવાસ દરમિયાન કેટલા કરાર કરવામાં આવશે.
રોડ શોમાં સીએમ રૂપાણીને અમદાવાદ દેખાડવામાં માટે સાથે રહેવું જોઈએ તેવો ટોણો પણ માર્યો છે. તેમજ સાત લાખ લોકોને ભેગા કરવા મુદ્દે પણ સરકારની ઠેકડી ઉડાવી ધારદાર પ્રશ્નો કર્યા છે. અને કહ્યું કે આ ઇવેન્ટ ફક્ત ફોટો ઇવેન્ટ ના હોવી જોઈએ.
ટ્રમ્પને સાચું અમદાવાદ બતાવો ને? : મોઢવાડિયાના સરકાર પર પ્રહાર
Leave a Comment