અમદાવાદ : તા.02 જૂન 2022,ગુરૂવાર : યુવા નેતા હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે’રાષ્ટ્રહિત,પ્રદેશહિત,જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું.ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનકડો સિપાહી બનીને કામ કરીશ.’ભાજપના અનેક કાર્યકરોએ હાર્દિકના ભાજપમાં પ્રવેશ મુદ્દે આનંદ વ્યક્ત કર્યો છે.તેના અનુસંધાને ગાંધીનગર સ્થિત ભાજપા કાર્યાલયની બહાર પોસ્ટર્સ લગાવીને હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.ત્રકારો સાથેની વાતચીત દરમિયાન હાર્દિકે પોતે આજે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે.પાર્ટીમાં પોતે એક અદના સૈનિક તરીકે કામ કરશે.દર 10 દિવસે એક કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસથી નારાજ હોય તેવા ધારાસભ્યો સહિતના લોકોને ભાજપમાં સામેલ થવા માટે કહેવામાં આવશે તેમ જણાવ્યું હતું.વધુમાં હાર્દિકે સમગ્ર વિશ્વને વડાપ્રધાન મોદીનું ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું.