દક્ષિણ ગુજરાત નો તાપી જિલ્લો પણ લોકડાઉન થી અત્યાર સુધી કોરોના મુક્ત હતો પરંતુ તાપી જિલ્લા માં પણ કોરોના નો પ્રથમ કેસ નોંધાઈ ચુક્યો છે,જિલ્લાના વડા મથક વ્યારાના માયપુર ગામે ગત 19 એપ્રિલ ના રોજ એક મહિલા બુટલેગર ને ત્યાં જિલ્લા એલસીબી દ્વારા રેડ કરવા માં આવી હતી બાદ માં સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ મહિલા ના સેમ્પલ લઈ લેબ માં મોકલાવતા ગત મોડી રાત્રે મહિલા નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ કામગીરી માં જોતરાઈ ગયું હતું.
દારૂનો વેપાર કરતી મહિલા તાપીમાં કોરોના પોઝિટીવ
આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં કોરોના વાઇરસે પગપેસારો કરવાની શરૂઆત કરી દીધી છે,જિલ્લાના માયપુર ગામે એક 35 વર્ષીય મહિલા કાંસાબેન સેવનભાઈ ગામીત નો કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે મહિલા દારૂ ના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાની માહિતી પણ બહાર આવી છે ગત 19 તારીખ ના રોજ જિલ્લા એલસીબી ની ટિમ દ્વારા મહિલા બુટલેગર ને ત્યાં રેડ કરવા માં આવી હતી
10 લીટર દારૂ ઝડપાતા મહિલા ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી
આ મહિલા ને ત્યાં થી 10 લીટર દારૂ ઝડપાતા મહિલા ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી હતી સાથે કોર્ટ ની ગાઈડલાઈન મુજબ મહિલાના સેમ્પલ લઇ સુરત મોકલવા માં આવતા ગત રાત્રી દરમ્યાન મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર કામગીરી માં જોતરાઈ ગયું હતું સાથે મહિલાના સંપર્ક માં આવેલા તેના પરિવાર ના ત્રણ સભ્યો અને 6 પોલીસ કર્મચારી અને બે જીઆરડી મહિલા ના સેમ્પલ લઈ કોરોન્ટાઇન કરવા માં આવ્યા છે સાથે પોઝીટીવ મહિલા ની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવા માં આવતા મહિલા ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી નથી હાલ તો મહિલાને વ્યારા કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે..બીજી તરફ તાપી જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ બોલાવી પોઝિટિવ મહિલા અંગે માહિતી આપી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અંગે મીડિયા કર્મીઓને અવગત કર્યા હતા.