વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાયરસની ગંભીરતા સમજાવતા અને ઘરોમાં જ રહેવાની અપીલ કરતા આજે 21 દિવસની રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. વૈશ્વિક મહામારીની સ્થિતિમાં પીએમ મોદીના આ નિવેદન પર પણ કોંગ્રેસ રાજકારણ રમવાનું ભુલી નથી. કોંગ્રેસે એકદમ વાહિયાત નિવેદન આપતા લોકડાઉનની સ્થિતિની સરખામણી નોટબંધી સાથે કરી દીધી હતી.
પીએમ મોદીએ કોરોના વાયરસના પ્રકોપને લઈને રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું હતું કે, આજે રાત્રે 12 વાગ્યાથી દેશ આખામાં લોકડાઉન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.દુનિયાભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ ભારતમાં પણ પ્રવેસતા દેશ ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાને આ વાયરસના ફેલાવતો અટકાવવા માટે આજે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસે વખોડી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા સંજય ઝાએ કહ્યું હતું કે, આ નોટબંધી પાર્ટ-2 છે. પીએમ મોદીને જોતા લાગી રહ્યું છે કે, તે નિયંત્રણની બહાર છે. તેમની બોડી લેંગ્લેજ સ્પષ્ટ કહી રહી હતી કે આ ઈમરજન્સીની સ્થિતિ છે.
કોંગ્રેસે કહ્યું હતું કે 21 દિવસના લોક્ડાઉનના નિર્ણયને લોકો સ્વિકારશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ જણાવવુ જોઈએ કે કોરોના વાયરસની મહામારીને રોકવા અને સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે સરકારે શું કર્યું?