By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
GeneralNational

નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે

HM News
Last updated: 13/02/2025 10:25 AM
HM News
5 months ago
Share
SHARE

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે. જેને 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ ઍક્ટનું સ્થાન લેશે. જે ટેક્સ સિસ્ટમને સરળ, પારદર્શક અને પ્રભાવશાળી બનાવશે.

નવા ઇન્કમ ટેક્સ બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ

ટેક્સ યરનો ઉપયોગ : નવા બિલમાં અસેસમેન્ટ યરના સ્થાને ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો રહેશે. નવો બિઝનેસ શરુ થાય તો તેનો ટેક્સ યર પ્રારંભના દિવસથી જ શરુ થશે અને તે વર્ષના નાણાકીય વર્ષના અંતે પૂર્ણ થશે.

કાયદાકીય ભાષા સરળ બનાવી : નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવામાં આવ્યા છે. જેથી સમજવામાં સરળતા રહે. બિનજરૂરી જોગવાઈઓને દૂર કરી જૂના 823 પાનાંના સ્થાને નવું ઇન્કમ ટેક્સ બિલ 622 પાનામાં તૈયાર કરાયું.

ચેપ્ટર્સ, શિડ્યુલ્સ વધ્યા : નવા બિલમાં ચેપ્ટર્સની સંખ્યા 23, કલમો 298થી વધી 536 થઈ છે. જ્યારે શિડ્યુલ્સની સંખ્યા 14થી વધારી 16 થઈ. ઉપરાંત આ બિલમાં ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ અને ‘કેપિટલ ગેઇન ટેક્સ’ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

દર જાળવી રાખ્યા :  નવા બિલમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.

સીબીડીટીની સ્વતંત્રતા વધી : નવા ટેક્સ ઍક્ટ (2025) મુજબ, હવે ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ’(CBDT)ને સ્વતંત્ર રીતે આવી યોજનાઓ શરુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેનો હેતુ અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે. CBDT કલમ 533 મુજબ પુનરાવર્તિત કાયદાકીય સુધારા કર્યા વિના કર સંબંધિત વહીવટી નિયમો તૈયાર કરી શકશે અને તેને રજૂ કરી શકશે. ઉપરાંત, CBDT ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ પણ લાગુ કરી શકશે.

ટેક્સ રિજિમમાં કોઈ ફેરફાર નહીં

નવા ટેક્સ બિલમાં ટેક્સ રિજિમ(New Tax Regime) બાબતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; બજેટમાં જાહેર કરાયેલા દરો યથાવત્ રહેશે. નવી કર વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે; જે અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની કમાણીને આવકવેરામાંથી બહાર રાખવામાં આવી છે. ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા અને જૂના ટેક્સ શાસન હેઠળ 50,000 રૂપિયા હશે.

શનિદેવની સામે ભગવાન શિવ કેમ પરાજિત થયા હતા ?
કેન્દ્રીય મંત્રી હવે ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવે છે, સ્મૃતિ ઈરાની પર ગોપાલ ઇટાલિયાએ સાધ્યું નિશાન
સુરતના મોટા વરાછામાં મહેફીલે ઇસ્લામ બિલ્ડિંગમાં મહાત્મા ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ કોમી એકતાને લઇ સભા સંબોધી હતી..
કોરોના સંકટથી ઘરેલુ વેપારમાં રોજના ૬૦૦૦ કરોડની ઘટ
સુરતમાં હત્યા કર્યા બાદ હત્યારો લાશને ખભે લઈ દોડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
Next Article વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up