કરદાતા પાસે નવી-જુની સિસ્ટમમાંથી પસંદગીનો વિકલ્પ
નવી દિલ્હીઃ એક એપ્રિલથી નવા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની શરૂઆત થવા સાથે જ આવકવેરાના ઘણા નિયમો બદલાઇ ગયા છે.તમારા પર અસર થઇ શકે છે.બજેટ ૨૦૨૦માં સરકારે આવકવેરા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જે પહેલી એપ્રિલથી લાગુ થઇ ગયા છે.જો કે કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલા જ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે આવકવેરા રિટર્નની તારીખ વધારી દીધી છે.આ સાથે જ પાન-આધાર લિંકીંગની સંખ્યા વધીને ૩ મહિના વધારીને ૩૦ જૂન સુધી કરી દેવાઇ છે.નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે નવા કર સ્લેબ આવ્યા પછી બચત યોજનાઓ પર અસર જોવા મળી શકે છે.સૌથી વધુ અસર ઈન્સ્યોરન્સ સેકટર પર થવાનું અનુમાન છે કેમકે ઘણાં બધા લોકો કર બચાવવા માટે વિમો લે છે.આવકવેરામાં પાંચ નવા નિયમો (૧) જો કરદાતા નવો વિકલ્પ લેશે તો તેને રોકાણ માટે કોઇ છૂટ નહી મળે.જૂના વિકલ્પમાં બચત પર કરછુટનો વિકલ્પ મળશે (૨) નવા નિયમ અનુસાર ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ (ડીડીટી) કંપનીઓને નહી પણ ડીવીડન્ડ મેળવનારે ભરવાનો રહેશે.(૩) સરકારે ઘર ખરીદનારને ૨.૬૭ લાખની સબસીડી આપવાની તારીખ વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવી હતી.૪૫ લાખ રૂપીયા સુધીની કિંમતનું ઘર ખરીદવા લોન લીધી હોય તેને આ લાભ મળશે (૪) એનપીએસ, સુપર એન્યુએશન ફંડ અને ઈપીએફમાં નિમણુંક દાતાનું યોગદાન વર્ષ સાડા સાત લાખ રૂપિયાથી વધારે હશે તો કર ચૂકવવો પડશે. (૫) સ્ટાર્ટઅપના કર્મચારી શેર ખરીદ યોજના (ઈસોપ્સ) પર ટેક્ષના નિયમો સરળ બનાવાવા છે.હવે ઈસોપ્સ પર ટેક્ષ પાંચ વર્ષ પછી ચૂકવવો પડશે.