By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાટણના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર વિરુદ્ધ અધિક સંપત્તિ મુદ્દે ACBએ નોંધ્યો ગુનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પાટણના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર વિરુદ્ધ અધિક સંપત્તિ મુદ્દે ACBએ નોંધ્યો ગુનો
GeneralNorth Gujarat

પાટણના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર વિરુદ્ધ અધિક સંપત્તિ મુદ્દે ACBએ નોંધ્યો ગુનો

HM News
Last updated: 17/07/2023 9:05 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– જસવંત મોદી પાસેથી મળી આવી રૂ.4.22 કરોડની સંપત્તિ
– પરિવારના સભ્યોના નામે જુદા જુદા પ્રકારનું રોકાણ મળ્યું

પાટણના સમી તાલુકા પંચાયતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તત્કાલીન એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જસવંત મોદી પાસેથી રૂપિયા 4.22 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા હડકંપ મચ્યો છે. ACBના સર્ચ ઓપરેશન દરમિયાન આરોપી નિવૃત ઈજનેરની સ્થાવર અને જંગમ મિલકતોના બેનામી દસ્તાવેજો મળી આવ્યા હતા.ત્યારબાદ રાજ્ય ACBએ પાટણ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.તો જસવંત મોદીની સાથે તેની પત્ની સામે પણ ગુનો દાખલ કરાયો છે.જો હવે ટુંક સમયમાં આરોપી જસવંત અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવશે.મહત્વનું છે કે, અપ્રમાણસર મિલકત કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ અને CBI ગાઈડલાઈન અનુસાર, નાણાકીય સલાહકાર દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ કરી નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરાયું હતું.

અમદાવાદ ACB એ પરિવારના સભ્યોની મિલકત પણ તપાસી

મળતી માહિતી મુજબ, સમી તાલુકા પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા DRDA ના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર અને હાલ નિવૃત્ત થયેલા જશવંતભાઈ હિંમતભાઈ મોદીના વિરુદ્ધની પ્રાથમિક તપાસ માટે અમદાવાદ ACB એ તેમના અને તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ,બેંકના ખાતાઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી.તેમના નાણાંકીય વ્યવહારોનું નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાયું હતું અને જશવંતભાઈ મોદી સામે અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી હતી.

આવકની સરખામણીએ 30.13 ટકા વધુ સંપતિ મળી આવી

ઉપરાંત તેમની સેવા વિષયક દસ્તાવેજી માહિતી,તેમની અને તેમના પરિવારજનોની સ્થાવર જંગમ મિલકતો સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તેમણે તેમના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવક રૂ 14,01,75,862 ના પ્રમાણમાં રૂ 4,22,41,850 ની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું જણાયું છે જે તેમની કાયદેસરની આવકની સરખામણીએ 30.13 ટકા જેટલી વધુ અપ્રમાણસર મિલકત વસાવી છે.

મોદી દંપતી સામે નોંધાયો ગુનો

એસીબીના જણાવ્યા મુજબ જશવંતભાઈ હિંમતભાઈ મોદીએ તેમની કાયદેસરની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટાચાર થી નાણાં મેળવી તેનો ઉપયોગ કરી તેમના અને આશ્રિતોના નામે મિલકતોમાં તેમજ શેરબજારમાં રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ એસીબીની તપાસમાં ફલિત થતા પાટણ ખાતે હિંગળાચાચરમાં આવેલા મોટા વાસમાં રહેતા જશવંત હિંમતભાઈ મોદી અને તેમના પત્ની ભાવનાબેન મોદી સામે અરજીના તપાસ અધિકારી અમદાવાદ એસીબી ફિલ્ડ પી.આઈ એન.બી સોલંકીએ પાટણ એસીબી પોલીસ મથકે પતિ પત્ની સામે ગુનો દાખલ કરાવ્યો છે અને તેની તપાસ પાટણ એસીબી પીઆઇ જે.પી સોલંકીને સોંપવામાં આવી છે.

મેલબોર્ન ક્રિકેટ ક્લબે કેચ-આઉટ અને માંકડિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા
સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર
હીરો મોટો કોર્પના પવન મુંજાલ સમુહ પર આઈટી વિભાગનુ સર્ચ ઓપરેશન
વર્ષા બંગલો છોડ્યા બાદ ઠેર-ઠેર ઉદ્ધવ ઠાકરેનું શિવસૈનિકોએ સ્વાગત કર્યું
અમદાવાદના દાણીલીમડામાં ભાણી પર બળાત્કાર ગુજારનાર સગો માસો ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article દુબઈથી આંતરવસ્ત્રોમાં સોનું સંતાડીને લાવતા AAPના પૂર્વ મહિલા વોર્ડ ઉપપ્રમુખ પકડાયા
Next Article સુરત કાપડબજારમાં અર્જુનસિંહ નીકળ્યો મુસ્લિમ ઔઝર આલમ ! હિંદુ નામ ધારણ કરવા પાછળ શું હતી યોજના?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up