પૂર્ણિયા,તા.૨૧
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બિહારના પૂર્ણિયામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સિંહે જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોથી ભૂલ થઈ ગઈ. મુસ્લિમ ભાઈઓને ૧૯૪૭માં જ ત્યાં (પાકિસ્તાન)મોકલી દેવા જોઈતા હતા.
ગિરિરાજના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગિરિરાજના જણાવ્યા મુજબ, ૧૯૪૭ પહેલા આપણા પૂર્વજ આઝાદીની લડત લડી રહ્યા હતા ત્યારે મોહમ્મદ અલી ઝિણા ઈસ્લામિક સ્ટેટની યોજના બનાવી રહ્યા હતા.
તેમણે જણાવ્યુ હતું કે, દેશ પ્રતિ સમર્પિત થવાનો સમય આવી ગયો છે. આપણા પૂર્વજથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. જેનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છે. જો મુસ્લિમ ભાઈઓને ત્યાં મોકલી દીધા હોત તો આજે આવી સ્થિતિ ના સર્જાત. જો ભારતવંશીઓને અહિંયા જગ્યા ના મળી હોત તો એવો ક્યો દેશ છે જે તેમને શરણ આપે.
પૂર્વજોથી ભૂલ થઈ,મુસ્લિમોને ૧૯૪૭માં જ પાક. મોકલી દેવા જોઈતા હતા : ગિરિરાજ સિંહ
Leave a Comment