– પોલીસ પણ સ્વીકારી ચૂકી છે કે મદરેસાઓમાં મોલવી-ઇમામો દ્વારા મોટાપાયે બાળકોનું શારિરીક શોષણ થાય છે
એજન્સી,ઇસ્લામાબાદ
પાકિસ્તાની મીડિયા દ્વારા હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.અહીંની મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના મોટાભાગના મદરેસા અને ધાર્મિક શાળાઓ બાળકોના શારિરીક શોષણ અને બળાત્કારના કેન્દ્રો બની રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ અહીની પોલીસ પાસે અનેક એવી ફરિયાદો છે જે અહીંની ધાર્મિક શાળાઓ અને મદરેસામાં ઇમામ દ્વારા બાળકોનુ યોન શોષણ અને રેપ સાથે જોડાયેલી છે.
પોલીસ પણ સ્વીકારી ચૂકી છે કે મોલવીઓ દ્વારા બાળકોનું ઉત્પીડન મોટાપાયે થઇ રહ્યુ છે.જે આંકડો પોલીસ ફરિયાદ રુપે છે એ વાસ્તવિક આંકડાઓથી ઘણો દૂર છે.
પાકિસ્તાનનામાં આશરે 22 હજારથી વધારે રજિસ્ટર કરાયેલા મદરેસા છે અને તેમા 20 લાખથી બાળકો અભ્યાસ કરે છે.પરંતુ ઘણી એવી શાળાઓ અને મદરેસા છે જેમની નોંધણી કરવામાં આવી નથી.આ તમામ સ્થાનિક મોલવીઓ દ્વારા શરુ કરવામાં આવ્યા છે જે બાળકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા આપવાની લાલચ આપીને ત્યાં બોલાવે છે.અહીં મદરેસાઓના કામકાજની દેખરેખ રાખવા માટે કોઇ સેન્ટ્રલ બોડી નથી.એવી કોઇ સંસ્થા પણ નથી કે ઇમામ અને મોલવીઓ દ્વારા બાળકોના ઉત્પીડનના આરોપોની તપાસ કરે.
ઇમરાન ખાનના સત્તામાં આવ્યા પછી શિક્ષણવ્યવસ્થાને આધુનિક બનાવવા અને મસ્જિદોને વધારે અસરકારક બનાવવાનો તેમનો દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે,કારણ કે અહી બાળકોનું શારિરીક શોષણ રોકવામાં સરકાર પણ નિષ્ફળ બની છે.