– નાના વેપારીઓને મોટું નુકશાન થવાની લાગણી કેન્દ્રમાં પહોંચાડતા ગાઈડલાઇનમાં સુધારો કરાયો
કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી લોકડાઉન દરમિયાન આપવામાં આવનાર કેટલીક છૂટછાટના નિયમોની ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટેની કરિયાણાની દુકાનો તથા દવાની દુકાનોની સાથે-સાથે ઇ-કોમર્સ કંપનીઓને પણ છૂટછાટ આપવામાં આવી હતી જેનો ગુજરાતભરમાં ભારે વિરોધ થયો હતો.
વડોદરા કલેક્ટરને વેપારી એસો,એ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી.ગુજરાતના નાના વેપારીઓના મંડળે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને રજૂઆતો કરી જણાવ્યું હતું કે,નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ-કોમર્સ કંપનીઓને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ.ઘણાં સમયથી વેપાર-ધંધા બંધ હોવાને લીધે નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે.ત્યારે ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી છુટને લીધે નાના વેપારીઓને ધંધામાં ઘણું નુકસાન થશે.આ રજૂઆતને ધ્યાનમાં લઈને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્રિય ગૃહમંત્રી શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી,નાના વેપારીઓની લાગણી તેમના સુધી પહોંચાડી હતી.તેમજ કેન્દ્રીય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવીયા સાથે પણ વાતચીત કરી ઘટતું કરવા વિનંતી કરી હતી.કેન્દ્ર સરકારે નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનમાં સુધારો કરી આજે જાહેર કર્યું હતું કે,લોકડાઉનના સમય દરમિયાન ઈ કોમર્સ ને આપેલી છૂટછાટ પરત ખેંચવામાં આવે છે.