૧૯મી માર્ચના દિવસે હાજર થવા અનિલ અંબાણીને હુકમ : એસ્સેલ ગ્રુપ પ્રમોટર સુભાષચંદ્રા, અન્યોની મુશ્કેલી વધી
નવી દિલ્હી, :મુશ્કેલીમા ઘેરાયેલા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યોની સામે મની લોન્ડરિંગના મામલામાં ઇડી દ્વારા તપાસ ચાલી રહી છે.ઇડીએ મુખ્ય કારોબારી દિગ્ગજો સામે સમન્સ જારી કરી દીધા છે.જે દિગ્ગજો સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે તેમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી, એસ્સેલ ગ્રુપના પ્રમોટર અકિલા સુભાષ ચંદ્રા, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયેલ અને ઇન્ડિયા બુલ્સના ચેરમેન સમીર ગહેલોતનો સમાવેશ થાય છે.આ તમામ લોકોને ઇડીની ઓફિસમાં ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું છે.અનિલ અંબાણીને મુંબઈમાં ઇડી ઓફિસમાં અકીલા હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ અંબાણીએ વ્યક્તિગત કારણોથી અંગત હાજરીમાંથી મુક્તિની માંગ કરી હતી જેથી હવે તેમને ૧૯મી માર્ચના દિવસે ઉપસ્થિત થવા માટે સૂચના આપવામાં આવી છે.યસ બેંકના બેડ લોન મામલામાં અનિલ અંબાણીના ગ્રુપની કંપનીઓની મોટી હિસ્સેદારી રહી ચુકી છે.નાણામંત્રી નિર્મલા સીતારામને પણ છઠ્ઠી માર્ચના દિવસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,અંબાણી ગ્રુપ, એસ્સેલ ગ્રુપ, ડીએચએફએલ, આઈએલએફએસ અને વોડાફોન એવા નુકસાનવાળી કંપનીઓમાં સામેલ છે જે કંપનીઓએ યસ બેંક પાસેથી લોન લીધી હતી.અધિકારીઓના કહેવા મુજબ યસ બેંકથી મોટી લોન લઇને ચુકવવામાં નિષ્ફળ રહેલી કંપનીઓના પ્રમોટરોને આ મામલામાં સમન્સ આપવામાં આવી ચુક્યા છે.તમામ લોન સિક્યોર્ડ હોવાની વાત પણ થઇ રહી છે. રિલાયન્સ ગ્રુપે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે,યસ બેંક પાસેથી લેવામાં આવેલી લોન સંપૂર્ણપણે સિક્યોર્ડ છે.રિલાયન્સ ગ્રુપે એસેટ વેચીને પોતાની યોજનાથી મળનાર રકમથી યસ બેંક પાસેથી લેવામાં આવેલી રકમને ચુકવી દેવાની તૈયારી બતાવી છે.રાણા કપૂર હાલમાં કસ્ટડીમાં છે.દિગ્ગજોની મુશ્કેલી વધી ગઈ છે.